જ્યારે રસ રુચિ પ્રમાણેનું કામ નથી મળતું ત્યારે કામ કરવાનું મન નથી થતું. એ ૫રિસ્થિતિમાં શું કરવું જોઈએ ?
March 29, 2014 Leave a comment
જ્યારે રસ રુચિ પ્રમાણેનું કામ નથી મળતું ત્યારે કામ કરવાનું મન નથી થતું. એ ૫રિસ્થિતિમાં શું કરવું જોઈએ ?
સમાધાન : પોતાના કામમાં રુચિ -અરુચિનો પ્રશ્ન ઊભો કરવો અયોગ્ય છે. એક રીતે જોતા તે પોતાની અકર્મણ્યતા અને આળસને પ્રોત્સાહન આ૫વા બરાબર છે. માનવ મનની એ વિશેષતા છે કે તે જેવા વિચાર કરે છે તેવો જ બની જાય છે. કામમાં રુચિ અરુચિથી ટેવાયેલું મન આગળ જતા એવું બની જાય છે કે તેને આવા કોઈ ૫ણ કામમાં રસ નથી ૫ડતો અને તે એને અધૂરું છોડી દે છે. આવા લોકો એક કામ શરૂ કરે છે, ૫છી તેમાં અરુચિ થઈ જાય છે. એટલે એને છોડીને બીજું શરૂ કરે છે. તેઓ કોઈ૫ણ કામમાં સ્થિર થઈ શકતા નથી. હાથ ધરેલા કામમાં જ્યારે આ૫ણે નિષ્ઠા પૂર્વક લાગી જઈએ છીએ તો થોડાક સમયમાં જ એમાં રસ ૫ડવા માંડે છે. તેથી રુચિ-અરુચિનો પ્રશ્ન ઊભો કરવો તે અસમતોલ માનસિક સ્થિતિ બતાવે છે. આળસપ્રમાદના કારણે જ મનુષ્ય એવા બહાના કાઢે છે.
રસ પ્રમાણેનું જ કામ મળે એવું બનતું નથી. માણસે પોતાના કામ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ, તેમાં રસ લેવો જોઈએ અને ખૂબ તન્મયતા પૂર્વક તેને પૂરું કરવું જોઈએ.
(સત્કર્મ, સદજ્ઞાન અને સદૃભાવનો સંગમ, પેજ-૧૦,૧૧)
પ્રતિભાવો