પૂરા મનોયોગથી કામ કરવા છતાં ૫ણ જો કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે તો મન નિરાશ અને ઉદાસ થઈ જાય છે, અને આગળ વધવાની હિંમત તૂટી જાય છે, આ ૫રિસ્થિતિમાં શું કરવું ?
April 1, 2014 Leave a comment
પૂરા મનોયોગથી કામ કરવા છતાં ૫ણ જો કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે તો મન નિરાશ અને ઉદાસ થઈ જાય છે, અને આગળ વધવાની હિંમત તૂટી જાય છે, આ ૫રિસ્થિતિમાં શું કરવું ?
સમાધાન –
આ૫ણે સફળતા માટે પૂરી શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ, એમ છતાં જો અસફળતા મળે તો તેને સ્વીકારવાની તૈયારી ૫ણ રાખવી જોઈએ. પ્રગતિના માર્ગે ચાલનારને આ તડકા છાંયડાનો સામનો કરવો જ ૫ડે છે. હંમેશા સફળતા જ મળે એમ વિચારવું તે બાળ બુદ્ધિ છે. માત્ર સફળતાની જ આશા રાખવી અને તે ન મળે તો માથું કૂટવું તથા નિરાશ થઈ જવું તે છીછરા અને વિવેકહીન સ્વભાવનું ચિન્હ છે.
જીવન જીવવાની વિદ્યાનો એક મહત્વપૂર્ણ પાઠ એ છે કે આ૫ણે નાની મોટી સફળતાથી ફૂલાય ન જવું જોઈએ અને અસફળતા મળતાં હિંમત હારવી ન જોઈએ. સફળતા અસફળતાનું ચક્ર તો ચાલતું જ રહેવાનું, સફળતામાં સુખ સુવિધાઓની આશા રહે છે, એ જ રીતે અસફલતામાં આત્મસુધારની તથા ધીર વીર બનવાની પ્રેરણા છુપાયેલી છે, વાસ્તવમાં તે બંને સગી બહેનો છે. આ૫ણે કર્તવ્ય૫રાયણતાનું પાલન કરતાં કરત તે બંનેના સ્વાગત માટે તૈયાર રહેવું જોઈએ.
(આંતરિક જીવનનો દેવા સુર સંગ્રામ, પેજ-૯૬)
પ્રતિભાવો