સત્યનિષ્ઠ પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ
April 18, 2014 3 Comments
સત્યનિષ્ઠ પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
જય ગુરુદેવ, જયશ્રી કૃષ્ણ દિલગીરી સાથ જણાવવાનું કે,
અમારા પિતાશ્રી સ્વ. ગોકળભાઈ નાનજીભાઈ કરશાળા ઊ.વ. ૮૮ હનુમાન જયંતીના પવિત્ર દિવસ તા.૧૫.૪.૨૦૧૪ મંગળવાર રોજ વહેલી સવારે ૭.૨૦ મિનિટે અમારા પરિવારમાંથી વિદાય લીધેલ છે, તેમનું જીવન અમારા માટે પ્રેરણાપ્રદ રહ્યું છે, તેમનું જીવન પ્રેમાળ, અને સાચી સલાહ આપનાર હતું, આજ નહીં તો કભી નહીં,
એવા પુરુષાર્થ કરી શૂન્ય માંથી સર્જન કર્યું. કષ્ટ સહન કરીને પરિવાર માટે જીવન જીવવાનો એક રાહ બતાવતા ગયા. તેમનો સરળ સ્વભાવ હતો, સહજતા અને ઉદારતા અને સદ્ગુણોના ભંડાર અમારા પરિવારના માટે અમૂલ્ય વારસો મુકીને અમારી વચ્ચેથી વિદાય લઈને શ્રેષ્ઠ જીવન જીવવાનું શીખવી ગયા.
પોતાની જાતને ધૂપસળી જેવી જીવન જીવી ને સાર્થક કરી બતાવ્યું કે, પોતે બળીને રાખ થઈ ગયા અને સુંગધ-સુવાસ ફેલાવીને જીવનને એક યાદગાર જીવન કેમ જીવવું તેમની પ્રેરણા આપતા ગયા.

સત્યનિષ્ઠ પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ
અમારા પિતાશ્રી ભલે સ્થૂળ શરીર રૂપે અમારી વચ્ચે નથી પણ સૂક્ષ્મ સ્વરૂપે તેમના વિચારો અમોને પ્રેરણા અને માર્ગદર્શન સતત આપતા રહે તેવી ઈશ્વરને હદય પૂર્વક પ્રાર્થના ….
અસતો મા સદ્દગમય | તમસો મા જ્યોતિર્ગમય |
મૃંત્યોર્મા અમૃતંગમય | ૐ શાંતિ : ૐ શાંતિ : ૐ શાંતિ લી.
કરશાળા પરીવાર
JAY GURUDEV, MAY GOD GIVE YOU COURAGE TO BEAR THIS IRREPARABLE LOSS. MAY GOD REST HIS SOUL IN PEACE. OM SHANTI… SHANTI…….SHANTI……
LikeLike
Ghanu aapyu smajne teo to jivi gya aa duniyama teoni prena aapna radyma hmesh mate jivit rheshe prabhne pamnar matena atmao to hmesha aanand aape che teona mate to prathnaj karvani hoy karnke teo suxamama aapni vache hmesha rhe che.
LikeLike
ઈશ્વર સદ્ગત ના આત્મા ને શાંતિ આપે તથા આપને તથા આપના પરિવાર ને તેમની ખોટ સહન કરવાની શક્તિ આપે તે જ પ્રભુ પાસે પ્રાર્થના
LikeLike