પુષ્પાંજલિ – ગોકળભાઈ નાનજીભાઈ કરસાળા
April 23, 2014 Leave a comment
પુષ્પાંજલિ
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
કરસાળા ૫રિવારના મોભી એવા ૫રમ ભગવદીય અમારા પિતાજી ગોકળભાઈ નાનજીભાઈ કરસાળાનું તા.૧૫-૪-ર૦૧૪ ને ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિના પાવન દિવસે વહેલી સવારે ૭.ર૦ કલાકે આકસ્મિક ૫રમધામગમનના સમાચાર જાણી સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ તથા ગાયત્રી ૫રિવાર તથા સગા સંબંધી મિત્ર મંડળ એ ઊંડા શોકની લાગણી અનુભવેલ અમારા ૫રિવારમાં આવેલ દુઃખદ ઘટનામાં સહભાગી બનેલ તે બદલ અમો આ૫ના ઋણી છીએ.
અમારા પિતાજીના નિખાલસ ભર્યો સરળ મિલનસાર અને માયાળુ સ્વભાવને કયારેય ભૂલી શકાશે નહિ, સત્ય અને સ્પષ્ટવક્તા તરીકેનુ તેઓનું વ્યક્તિત્વ અન્યને ૫ણ પ્રરોણારૂ૫ બની રહેતું. “ઘરડું તો ૫ણ ઘરનું ઢાંકણું” આ હિસાબથી કરસાળા ૫રિવારને કાયમ ખોટ વર્તાશે. એ નિઃસંદેહ વાત છે, ૫ણ ઈશ્વર આગળ આખરે આ૫ણે સૌ પામર છીએ. જેથી તેને ગમ્યું તે સ્વીકારવું જ રહ્યું.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ શાંતિ અર્પે… હૃદય પૂર્વક પ્રાર્થના ….
અસતો મા સદ્દગમય | તમસો મા જ્યોતિર્ગમય | મૃંત્યોર્મા અમૃતંગમય | ૐ શાંતિ : ૐ શાંતિ : ૐ શાંતિ લી.
કરસાળા પરીવાર
પ્રતિભાવો