કેવા લોકોએ વાનપ્રસ્થમાં પ્રવેશ ના કરવો જોઈએ ?
May 29, 2014 Leave a comment
કેવા લોકોએ વાનપ્રસ્થમાં પ્રવેશ ના કરવો જોઈએ ?
સમાધાન : જેમની યોગ્યતા, શિક્ષણ તથા પ્રતિભા સાવ નગણ્ય હોય તથા જેઓ સાવ ઘરડા અને અશક્ત થઈ ગયા હોય તેમણે પોતાને ઘેર જ રહેવું જોઈએ. પોતાની સ્થિતિને અનુરૂ૫ એમનાથી જેટલું થઈ શકે તેટલું સેવા કાર્ય કરતા રહેવું જોઈએ. ઘેરથી બહાર જઈને તેઓ જ્ઞાન યજ્ઞ જેવું મહત્વપૂર્ણ કાર્ય કરી નહિ શકે. પોતે તો સેવા નહિ કરી શકે, ૫ણ ઊલટા બીજા લોકો માટે ભારરૂ૫ બની જશે.
જેમનામાં સેવા ભાવના હોય તથા જો સશક્ત હોય તેમણે જ વાનપ્રસ્થ લેવું જોઈએ. એમની પાસે જો પોતાની આજીવિકા ચલાવવાની શકિત હોય તો પોતાનો નિર્વાહ પોતાના ખર્ચે જ કરવો જોઈએ. જેથી પુણ્ય૫રમાર્થનો પૂરતો સંચય થઈ શકે. જો પોતાની બચત ન હોય તો ભજન, વસ્ત્ર જેવી બ્રાહ્મણો ચિત નિર્વાહ સામગ્રીનો જ સ્વીકાર કરવો જોઈએ. તેના કરતા વધારે લઈને સંચય કરવાની ભાવનાથી કોઈએ સેવા ક્ષેત્રમાં પ્રવેશ ના કરવો જોઈએ. ધર્મને વ્યવસ્થા બનાવી દેનારા લોકોની તો સખત નિંદા જ કરવી જોઈએ. વેતન, મહેનતાણું કે દાનદક્ષિણા લેવાની જરૂર લાગતી હોય તેમણે વાનપ્રસ્થમાં કદાપિ પ્રવેશ ન કરવો જોઈએ.
(જીવનનો ઉત્તરાર્ધ લોકસેવામાં ગાળો, પેજ-ર૯)
પ્રતિભાવો