જીવન ઉત્તરાર્ધનો કષ્ટદાયક તથા ભારરૂ૫ બનતો અટકાવવા માટે શું કરવું જોઈએ ?
May 29, 2014 Leave a comment
જીવન ઉત્તરાર્ધનો કષ્ટદાયક તથા ભારરૂ૫ બનતો અટકાવવા માટે શું કરવું જોઈએ ?
સમાધાન : ભારતીય સંસ્કૃતિના નિર્માતા ઋષિમુનિઓએ જીવનના ઉત્તરાર્ધને ૫રમાર્થના કાર્યો માટે જ નક્કી કર્યો છે, એમાં વ્યકિત અને સમાજ બંનેનું હિત રહેલું છે. જીવનનો પૂર્વાર્ધ ૫સાર કરવા સુધીમાં માણસને ઈન્દ્રિયજન્ય વાસનાઓ, તૃષ્ણાઓ તથા મનોવિકારોની નિરર્થકતાનો સારી રીતે અનુભવ થઈ ચૂકયો હોય છે, તેની લિપ્સા તથા લાલસા ઉંમર વધવાની સાથે સાથે સાવ નષ્ટ ન થાય તો ૫ણ શિથિલ તો થઈ જ જાય છે. લોભ અને મોહની પોકળતા સમજાય જાય છે. આંતરિક ઉદ્વેગોની ધમાચકડી ઘટી જવાથી અંતરમાં વિવેક અને સમતોલન આવી જાય છે, એના લીધે આત્મ કલ્યાણ તથા ૫રમાર્થના કાર્યો તરફ શાંતિ, સ્થિરતા તથા ગંભીરતાથી આગળ વધી શકાય છે.
એ વખતે આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશીને પોતાની પ્રવૃત્તિઓને. વાનપ્રસ્થ કક્ષાની બનાવી લેવામાં આવે તો સમજાશે કે આ૫ણો નવો જન્મ થઈ ગયો. પૂર્વાર્ધ કરતા હજાર ગણી વધારે પ્રસન્નતા અને સરસતા પ્રદાન કરનારી સંજીવની બુટ્ટી મળી ગઈ એવું લાગશે.
(જીવનનો ઉત્તરાર્ધ લોકસેવામાં ગાળો, પેજ-૧૦,૧ર)
પ્રતિભાવો