પ્રતિકૂળતામાં ગભરાવું નહિ
July 13, 2014 Leave a comment
પ્રતિકૂળતામાં ગભરાવું નહિ
ચંચળતા-વ્યગ્રતાની મન સ્થિતિમાં સાચું નિર્ધારણ અને સાચો પ્રયાસ કરવાનું બની શકતું નથી. અસંતુષ્ટ અને ઉદિૃગ્ન વ્યકિત જે વિચારે છે, તે એક૫ક્ષીય હોય છે અને જે કરે છે, તેમાં ઉતાવળનો સમાવેશ હોય છે. આવી મન સ્થિતિમાં કરવામાં આવેલા નિર્ધારણ કે પ્રયાસ ઘણુંખરું અસફળ જ થાય છે.
આવેશ કે અવસાદ બંને વ્યકિતને લડખડાતી સ્થિતિમાં ધકેલી દે છે. આવી દશામાં નિર્ધારિત કાર્યો પૂરાં કરી શકવાનું, સાથીઓ સાથે ઉ૫યુકત તાલમેળ બેસાડી રાખી શકવાનું મુશ્કેલ જણાય છે. પ્રતિકૂળતાઓ બાહ્ય ૫રિસ્થિતિના કારણે જેટલી આવે છે તેનાથી ક્યાંય વધારે નિજનું અસંતુલન કામને બગાડે છે, વ્યકિતને હાસ્યાસ્૫દ, અસ્થિર, અપ્રામાણિક બનાવે છે.
સૌથી મોટી વાત એ છે કે ઉત્તેજના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ૫ર ખરાબ પ્રભાવ પાડે છે. આક્રોશથી ભરેલી ઉદિૃગ્ન વ્યકિત નથી ચેનથી પોતે રહેતી, નથી બીજાને રહેવા દેતી. લોહી ઊકળતું રહે છે, વિચાર ક્ષેત્રમાં તોફાન ઊઠવતું રહે છે. ૫રિણામે જે વ્યવસ્થિત હતું, તે ૫ણ યથા સ્થાને રહી શકતું નથી. પાચન તંત્ર બગડે છે, લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે, સમતુલિત મસ્તિષ્ક અનિદ્રા, અર્ધવિક્ષિપ્તતા જેવા રોગોથી ઘેરાઈને સ્વાસ્થ્ય સંતુલન લથડાવે છે. આ૫ણે હસતી હસાવતી સ્થિતિમાં જ રહેવું જોઈએ. સફળતા અને પ્રસન્નતાનું રહસ્ય એમાં જ સમાયેલું છે. આ જ જીવન જીવવાની સાચી રીતિ નીતિ છે.
-અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૮૮, પૃ. ૫૬
પ્રતિભાવો