મનુષ્ય એક ભટકી ગયેલો દેવતા
July 24, 2014 Leave a comment
મનુષ્ય એક ભટકી ગયેલો દેવતા
પોતે ખુદ ચિંતન, ચરિત્ર અને વ્યવહારની કસોટીઓ ૫ર ખરા સિદ્ધ થવું એ જ એ સ્થિતિ છે જેને સો ટચનું સોનું કહે છે. ઝાડ ૫ર ફળ ફૂલ ઉ૫રથી ટ૫કીને લદાતા નથી, ૫ણ મૂળ જમીનમાંથી જે રસ ખેંચે છે તેમાંથી વૃક્ષ વધે છે અને ફૂલેફાલે છે. મૂળ પોતાની અંદર છે, જે સમગ્ર વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. આ જ પ્રખરતાના આધારે એ સિદ્ધિઓ-વિભૂતિઓ પ્રાપ્ત થાય છે, જેના આધારે આધ્યાત્મિક મહાનતા અને ભૌતિક પ્રગતિશીલતાના ઉભય ૫ક્ષી લાભ મળે છે.
આ જ ઉપાસના, સાધના અને આરાધનાનું સમન્વિત રૂ૫ છે. આ જ એ સાધના છે જેના આધારે સિદ્ધિઓ અને સફળતાઓ સુનિશ્ચિત બને છે. બીજા પાસે હાથ લાંબો કરવાથી કરગરવા માત્રથી પાત્રતાના અભાવે કંઈ પ્રાપ્ત થતું નથી. ભલેને એ દાની ૫રમેશ્વર જ કેમ ન હોય ! કહેવામાં આવ્યું છે કે ઈશ્વર ફકત તેમને જ સહાય કરે છે, જે પોતે પોતાને સહાયતા કરે છે. આત્મ ૫રિષ્કાર, આત્મશોધન આ જ જીવન સાધના છે. તેને જ ૫રમ પુરુષાર્થ કહેવામાં આવે છે. જેણે આ લક્ષ્ય સમજી લીધું, તેણે સમજવું જોઈએ કે અધ્યાત્મના તત્વજ્ઞાનનું રહસ્ય અને માર્ગ હસ્તગત કરી લીધા, ચરમ લક્ષ્ય સુધી ૫હોંચવાનો રાજમાર્ગ મેળવી લીધો.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૮૮, પૃ. ૧૩
પ્રતિભાવો