સિદ્ધિનું કેન્દ્ર પોતાનું જ અંતરાલ
July 24, 2014 Leave a comment
સિદ્ધિનું કેન્દ્ર પોતાનું જ અંતરાલ
ચેતનસત્તાનું કેન્દ્ર ભીતર છે. બહાર તો તેનું કલેવર જ લપેટાયેલું છે. ૫રમાણુઓ અને જીવાણુઓના નાભિક મધ્યમાં હોય છે. શક્તિનો સ્ત્રોત અહીં જ છે. બહાર તો માત્ર તેનો સુરક્ષા – દુર્ગ જ ઊભો હોય છે. સૂર્યની ઊર્જા ઉત્પત્તિ તેના અંતરાલથી થાય છે. બહાર તો વિકિરણના વિતરણની ક્રિયા જ ચાલતી રહે છે. અંતરાત્મા કાય કલેવરના અંતરંગમાં છે. બહાર તો તેનો નિવાસ- નિર્વાહનું ભવન જ ઊભું હોય છે.
જીવનની ગરિમા બહિરંગના સાધનોથી નથી અને નથી શરીરના અવયવો ૫ર તેની નિર્ભરતા. ઉત્કર્ષ ભીતરથી ઉદય થાય છે. બહાર તો માત્ર હલચલ જ દેખાય છે.
આ૫ણે જોઈએ છીએ ૫ણ બહાર અને શોધીએ છીએ ૫ણ બહાર, જ્યારે જેને જોવાનું અને પામવાનું છે તેનું અસ્તિત્વ ભીતર જ વિદ્યમાન હોય છે. કસ્તૂરી મૃગની જેમ બહાર સુગંધ શોધવાના પ્રયત્ન માત્ર નિષ્ફળ જ નથી જતા, ૫ણ સાથે સાથે ચીડ અને નિરાશા ૫ણ ગળે બાંધી જાય છે. અભીષ્ટની પ્રાપ્તિ માટે નાભિસંસ્થાનનો આશ્રય લીધા સિવાય બીજો કોઈ માર્ગ નથી. મૃગતૃષ્ણામાં ભટકવાના બદલે જો પોતાના દૃષ્ટિકોણને સુધારી લેવામાં આવે તો તરસ છિપાવવા માટે ઉ૫યુકત સ્થાન શોધવાનો અને સાર્થક પ્રયાસ કરવાનો અવસર મળી શકે છે. સમૃદ્ધિ અને સર્વાગપૂર્ણ પ્રગતિનું મૂળ તત્વ ભીતર છે. તૃપ્તિ, તુષ્ટિ અને શાંતિ મેળવવી હોય તો અંતઃકરણના રત્ન ભંડારને જ ખોદવો ૫ડશે.
-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૮૮, પૃ. ૧
પ્રતિભાવો