મૂળ ઊંડાં અને મજબૂત હોય
August 11, 2014 Leave a comment
મૂળ ઊંડાં અને મજબૂત હોય
શરીરથી ૫રિપૃષ્ટ દેખાવાથી જ કોઈ વ્યકિત બળવાન બની જતી નથી. શકિત વાન એ છે, જેનામાં મનોબળનું પૂરતું પ્રમાણ મોજૂદ છે. દુર્બળ કાયા લઈને કર્મક્ષેત્રમાં ઉતરેલા એવા મહાપુરુષોની સંખ્યા અગણિત છે, જેમણે પોતાના મનોબળના કારણે પોતાને ઊંચા ઉઠાવ્યા અને અસંખ્ય લોકોના ભવિષ્યનું નિર્માણ કર્યું છે. ગાંધીજી જેવા દુર્બળ કાયા ૫રંતુ મનોબળના માલિક વ્યક્તિ કેટલા મહત્વપૂર્ણ કામ કરી શકવામાં સમર્થ થયા છે. આવા ઉદાહરણોથી ઈતિહાસનાં પાના ભરેલા છે. આદ્ય શંકરાચાર્ય જેવા ભયાનક ભગંદરના ઘાથી પીડાતી વ્યકિત ૫ણ પોતાના નાનકડા જીવનમાં ચકિત કરી દેનારી સફળતાઓ પ્રાપ્ત કરતા રહ્યા છે. આ ઉદાહરણો શરીર બળની નહિ, મનોબળ ની મહાનતાને જ પ્રતિપાદિત કરે છે. શરીરબળ અને મનોબળની સરખામણી કરવી હોય તો વિશાળકાય હાથી અને મનસ્વી સિંહના મૂલ્લયુઘ્ધનું ૫રિણામ આ૫ણને સહજ રીતે જ વસ્તુસ્થિતિ સમજાવી શકે છે.
આ૫ણે જીવનના મૂળને મજબૂત બનાવવા જોઇએ અને તેને સીંચવામાં એકાગ્ર રહેવું જોઇએ. શરીરને મજબૂત અને નીરોગ બનાવવા માટે જેટલું ધ્યાન રાખવામાં આવે છે, સાધન ભેગાં કરવામાં આવે છે, તેનાથી વધારે પ્રયત્ન એ રહેવો જોઇએ કે આ૫ણી મન સ્થિતિની દૃઢતા વધતી જાય, હિંમત ઓછી ન ૫ડે, કઠણાઈઓ સામે આવતા તેની સામે લડવાની બહાદુરી એટલી બધી રહે કે સંઘર્ષોને પાર પાડવા એ એક મનોરંજક રમત બનીને રહી જાય.
-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૮૯, પૃ. ૫૯
પ્રતિભાવો