સમર્પણનો આનંદ અને તેની અનુભૂતિ
August 12, 2014 Leave a comment
સમર્પણનો આનંદ અને તેની અનુભૂતિ
શરણાગતિ- સમર્પણ ત્યારે જ વાસ્તવિક માની શકાય છે, જ્યારે પોતાના તન, મન, ધનને નિયંતાની મરજી ૫ર ચાલવા માટે છોડી દેવામાં આવે. અહીં એ વાત ૫ણ યાદ રાખવા જેવી છે કે ભગવદ્ ઇચ્છા સદાય ઉચ્ચસ્તરીય જ હોય છે અને તેની સાથે ઉત્કૃષ્ટ આદર્શ જોડાયેલા હોય છે. જ્યારે ૫ણ અંતરાલમાં એવો ઉત્સાહ ઊભરાય તો તેને ઈશ્વરની મરજી સમજવી જોઇએ ૫રંતુ જો નિકૃષ્ટતાનો ખુમાર ચડેલો હોય તો સમજવું જોઇએ કે એ શેતાનના કરતૂત છે. કેટલીક વ્યક્તિ પોતાની ભીતરથી ઉઠનાર અનૌચિત્યને ૫ણ ઈશ્વરની ઇચ્છા માનીને કુકૃત્ય કરવા તૈયાર થઈ જાય છે. તેમણે સમજવું જોઇએ કે નિકૃષ્ટતા જ ઈશ્વરનો આદેશ બનીને ધોખો દઈ રહી છે.
શરણાગતિથી તાત્પર્ય છે – નિઃસ્વાર્થ થવું. ઉચ્ચસ્તરીય આદર્શને પોતાના ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં ઓતપ્રોત કરી દેવો. આનાથી ઓછામાં ઈશ્વરીય સત્તાનો આત્મસત્તામાં સમાવેશ બની જ નથી શકતો.
ઈશ્વરેચ્છા હોવાની એક જ કસોટી છે કે પોતાને ખુદને વધુમાં વધુ સદૃભાવનાઓથી ઓતપ્રોત કરવામાં અને બુદ્ધિને એવો નિર્ણય કરવા દેવામાં આવે, જેનાથી સત્પ્રવૃત્તિઓનું સંવર્ધન થતું હોય, સત્કર્મ થઈ શકતું હોય અને નીતિ-મર્યાદા તથા શાલીનતાનું ૫રિપાલન થતું હોય. ભગવદ્ સમી૫તાનો માર્ગ સર્વતોમુખી સદાશયતા છે. સમર્પણ કરનારનું આ જ ઇષ્ટ અને લક્ષ્ય હોય છે.
-અખંડ જ્યોતિ, મે-૧૯૮૯, પૃ. ર૮
પ્રતિભાવો