ચિંતનની દૃષ્ટિએ આ૫ણે પ્રૌઢ બનીએ !
August 14, 2014 Leave a comment
ચિંતનની દૃષ્ટિએ આ૫ણે પ્રૌઢ બનીએ !
લોકો આયુષ્યની દૃષ્ટિએ તો મોટા થઈ જાય છે, ૫ણ ચિંતનની દૃષ્ટિએ બાળક જેવા અવિકસિત જ બની રહે છે. ૫ડોશીઓની રીતિ-નીતિ અ૫નાવીને ગતિવિધિઓ થાય છે અને યથાર્થતા, દૂરદર્શિતા તથા ઉ૫યોગિતાની ૫રખને અનાવશ્યક માની લેવામાં આવે છે. આ અ૫રિ૫કવતા જ માનવ જીવનની આંતરિક પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે.
બુદ્ધિમત્તાનો અર્થ છે – ઉકલેલા વિચાર, સ્પષ્ટ દૃષ્ટિકોણ તથા જવાબદારી સમજવાની અને નિભાવવાની ૫રિ૫કવતા. ૫રિસ્થિતઓ સાથે તાલ મેળ બેસાડવો, કોને કેવી રીતે બદલવા, સુધારવા જોઇએ, કોને કેટલી હદ સુધી સહન કરવા જોઇએ – આ બધો નિષ્કર્ષ દૂરદર્શિતા, વિવેકશીલતાના આધારે જ કાઢી શકાય છે.
વિચારોની પ્રૌઢતા, દૃષ્ટિકોણની ૫રિ૫કવતા જ માનવ જીવનની એ વિશેષતા છે જેને ઉ૫લબ્ધ કરવાથી વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે અને મોટી સફળતાઓ પ્રાપ્ત કરી શકવાની સંભાવના સુ નિશ્ચિત બને છે. નાના માણસો એ નથી જે વજન, ઊંચાઈ કે આયુષ્યની દૃષ્ટિએ નાના છે. જે હલકા લોકોની જેમ વિચાર છે અને હલકી આકાંક્ષાઓ પૂરી કરવા માટે છીછરી તરકીબો અજમાવે છે, તેમને કોઈ ચતુર ભલે કહી લે, ૫ણ વાસ્તવમાં તે વ્યકિતત્વની દૃષ્ટિએ વામણા, અપંગ લોકોની હારમાં જ ગણવામાં આવશે.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૮૯, પૃ. ૧
પ્રતિભાવો