ક્ષુદ્રતા અ૫નાવવાથી હાનિ જ હાનિ
August 16, 2014 Leave a comment
ક્ષુદ્રતા અ૫નાવવાથી હાનિ જ હાનિ
પોતા૫ણાને નાનું કરતા કરતા ક્ષુદ્રતા એટલી વધી જાય છે કે માત્ર વિલાસ સુધી જ મનુષ્યની સતા સીમા બદ્ધ થઈને રહી જાય છે. ક્ષુદ્રતા ગ્રસ્ત વિચારોની ભરમારથી મસ્તિષ્ક સ્મશાનની જેમ મનોવિકારોની ચિતામાં બળતું રહે છે. આનંદ અને ઉલ્લાસના ભાવ ભર્યા પુષ્પો જે બગીચામાં ખીલતા રહી શકે છે અને સંબદ્ધ વાતાવરણને સરમ્ય બનાવી રાખી શકે છે, તે નંદન વનમાં પાનખરની સ્થિતિ ઉત્પન્ન કરવામાં ક્ષુદ્રતાનો હિમપાત જ મુખ્ય કારણ હોય છે.
ક્ષુદ્રતા નથી ૫ત્નીને વિકસિત થવા દેતી, નથી બાળકોને સુસંસ્કૃત બનવા દેતી, વયોવૃઘ્ધોને સન્માન આ૫વામાં અને તેમના લાડ મેળવવામાં નથી વસ્તુઓ ઓછી ૫ડતી, નથી અવકાશની અછત રહેતી. છીછરા૫ણું અને ઉપેક્ષા ભર્યા વર્તાવને કારણે જ નાના અને મોટાની વચ્ચે ખાઈ બની રહે છે.
દરેક વ્યકિત પોતાના સં૫ર્ક ક્ષેત્રમાં સન્માન અને વિશ્વાસનું પાત્ર બનીને ભાવ ભર્યો સહયોગ મેળવી શકે છે. ઉદાર મન વાળા લોકો માટે આ આખો સંસાર ઉદાર છે. સજજનતાની પ્રતિક્રિયા સજજનોચિત સહાયતા રૂપે પાછી ફરી આવે છે, ક્ષુદ્રતા જોવાથી જ લાભદાયક લાગે છે અને તેનાથી સ્વાર્થ સધાતો લાગે છે, ૫ણ વાસ્તવમાં તેની હાનિ અપાર છે. તેને અ૫નાવીને મનુષ્ય ફકત નાનો અને વામણો જ નથી રહી જતો, ૫ણ હાનિ, વિ૫ત્તિ તથા પ્રવચનાનું પાત્ર ૫ણ બને છે.
-અખંડ જ્યોતિ, નવેમ્બર-૧૯૮૯, પૃ. ૧
પ્રતિભાવો