ચિંતનની અણઘડતા જ દરિદ્રતા છે.
August 16, 2014 Leave a comment
ચિંતનની અણઘડતા જ દરિદ્રતા છે.
મોટા ભાગના લોકોની માન્યતાઓ, આસ્થાઓ, વિચારણાઓ, ઇચ્છાઓ અને ગતિવિધિઓ એવી છે જેને દૂરદર્શી વિવેકશીલતાની કસોટી ૫ર સાચી માની શકાતી નથી. તાત્કાલિક લાભની કલ્૫નામાં આકુળ-વ્યાકુળ થઈને લોકો કંઈ ૫ણ કરવા તૈયાર થઈ જાય છે. તેમને એટલી ફુરસદ નથી હોતી ક્રિયાની પ્રતિ ક્રિયાનું અનુમાન લગાવી શકે અને એવું વિચારે કે આજની ઉતાવળ કાલે કેવું મોટું દુષ્પરિણામ ઉ૫સ્થિત કરી શકે છે. આવો ઉત્કૃષ્ટ આભા ન હોવાથી ગાડી એ જ ઢંગ ૫ર ચાલતી રહે છે. સારી – ખરાબ આદતો પોતાના સ્થાને જામી રહે છ અને મનુષ્ય વ્યામોહ ગ્રસ્તોની જેમ એવું જ કરતો રહે છે, કે જે દૂરદર્શી વિવેકશીલતાના રહેતા તેવું કરવાનું અનુચિત અને હાનિકારક ગણાત.
માણસ સ્વભાવથી અનુકરણ પ્રિય છે. આસપાસના લોકોને જેવું કરતા જુએ છે તેવી જ નકલ કરવા લાગે છે. ઉચિત-અનુચિતનો વિવેક કરવા માટે તો વિકસિત વિવેકશીલતા જોઇએ, તેનો ઘણુંખરું અભાવ રહે છે. જેવું કંઈક મોટા ભાગના લોકોને કરતા જોવામાં આવે છે, તેને જ સાચું માનવાનું અને અનુકરણ કરવાનું મન થઈ જાય છે. દુર્વ્યસન ઘણુંખરું આ જ કારણે ચેપી રોગની જેમ ફેલાય છે. આથી વિચારોના સુનિયોજન ૫ર સાવધાનીપૂર્વક ધ્યાન અપાવું જોઇએ. ચિંતનને સુઘડ બનાવવા માટે સતત પ્રયાસ રત રહેવું જોઇએ.
-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૮૯, પૃ. ૪૮
પ્રતિભાવો