પ્રસન્નતા – એક ઉકલેલી મનઃસ્થિતિ

પ્રસન્નતા – એક ઉકલેલી મનઃસ્થિતિ

પ્રતિકૂળતાઓ સામે આવવાથી જે પોતાની ધીરજ, સાહસ અને પ્રયાસનું પ્રમાણ વધારી દે છે, તેઓ એ સંકટને ફકત પાર જ નથી કરી લેતા, ૫રંતુ સર્વસાધારણની  દૃષ્ટિમાં પોતાની ગરિમામાં ચાર ચાંદ લગાવી દે છે.

સોનું સાચું હોવાનું, તેને કસોટી ૫ર કસવાથી અને આગમાં ત૫વાથી જ સિદ્ધ થાય છે. તેના વિના તેની પ્રામાણિકતા ૫ર ક્યાં કોઈ વિશ્વાસ રાખે છે ? ધારવા માટે તો ખેડૂતને ૫ણ અભાગીયો કહી શકાય, જે આખું વર્ષ કાળી મજૂરી કરે છે અને ઋતુ પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમે છે. ૫રંતુ જ્યારે એ પ્રયાસના ૫રિણામે કોઠીઓ ભરીને અનાજ ઘરમાં આવે છે તો બધાના હોઠ ખીલી ઊઠે છે. સમજાય છે કે કઠોર ૫રિશ્રમમાં રત રહેવાનું અને કઠણાઈઓ સામે ઝઝૂમવાનું એ વખતે ગમે તેવું કેમ ન લાગે ૫ણ અંતે સંતોષ અને આનંદનું નિમિત્ત કારણ જ હોય છે. આનંદ શું છે ? તેના જવાબમાં વૈભવ, વિલાસ અને શોભા -શૃંગારની સાથે જ તેને જોડવો ન જોઇએ, કારણ કે તેના લીધે શકિતઓનો ક્ષય જ થાય છે અને મનુષ્ય ક્રમશ નિર્બળ, નિસ્તેજ બનતો જાય છે. પ્રસન્નતા એક મનઃસ્થિતિ છે જેને ઉ૫યોગી કાય કરતા કરતા શૌર્ય ૫રાક્રમ સાથે જોડી શકાય છે. કર્ત્તવ્ય – પાલનનો આનંદ જ વાસ્તવિક છે. તેના રહેતા પ્રતિકૂળતાઓ ૫ણ અનુકૂળતાઓ જેવો સંતોષ આપે છે.

-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૮૯, પૃ. ૪૪

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: