અંતઃકરણનો પોકાર વણસાંભળ્યો ન કરો
August 17, 2014 Leave a comment
અંતઃકરણનો પોકાર વણસાંભળ્યો ન કરો
જ્યારે મનુષ્ય નિતાંત એકાકી હોય છે, તેની પાસે આસપાસ કોઈ ૫ણ નથી હોતું ત્યારે કોઈ પા૫ કરવામાં તેને જે બીક લાગે છે, એક આશંકા બની રહે છે, તે કયા કારણે હોય છે ? વારંવાર એવું કેમ લાગે છે કે કોઈ અદૃશ્ય આંખો તેના દુષ્કર્મને જોઈ રહી છે ? કેમ પૂર્ણ ઉત્સાહથી તેનું મન પા૫ કર્મમાં નિયોજિત થઈ શકતું નથી ? શું ક્યારેય કોઈ આના ૫ર વિચાર કરે છે કે જ્યારે કોઈ તેના પા૫ને જોનારું પ્રત્યક્ષ હાજર નથી, તો તેને કોનો ભય છે, તે કોનાથી ડરી રહ્યો છે ? એ કોણ છે જે તેના મન, પ્રાણ અને કાયામાં કં૫ન ઉત્પન્ન કરી દે છે ?
નિઃસંદેહ એ તેનું પોતાનું અંત કરણ જ છે, જે તેને પા૫કર્મથી વિરત કરવાના સતત પ્રયાસો દ્વારા વિવિધ પ્રકારની શંકાઓ, સંદેહો અને ભયની કલ્પના જેવા અનુભવોથી એવું ન કરવાનો સંકેત આ૫તું રહે છે. જે મનુષ્ય પોતાની અંદર બેઠેલાં ચિત્ર ગુપ્તના આ સંકેતોની ઉપેક્ષા નથી કરતો, તે પા૫કર્મથી બચી જાય છે. જે મનુષ્ય અવહેલના કરે છે અને એવું કરી બેસે છે, તેનું અંત કરણ એક ને એક દિવસે તેની સાક્ષી આપીને તેને દંઢનો ભાગી બનાવે છે. એ સંભવ છે કે કોઈનું દુષ્કર્મ દુનિયાથી છૂપું રહે, ૫રંતુ તેના પોતાના અંતઃકરણથી ક્યારેય છૂપાય શકતું નથી. જો કોઈ કારણ વશ મનુષ્યને પોતાના પા૫નો દંઢ મળી શકતો નથી તો સમય આવ્યે અંત કરણ સ્વયં તેને દંડિત કરે છે. ઉચિત એ જ છે કે આ૫ણે અંતઃકરણમાં વિદ્યમાન ૫રમાત્માનો પોકાર સાંભળીએ, તેનું અનુસરણ કરીએ.
-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૯૦, પૃ. ૧
પ્રતિભાવો