કેટલાક લોકો ગૃહસ્થને બંધન માને છે, તેને તુચ્છ તથા નરક તરફ લઈ જનાર ગણાવીને તેનો ત્યાગ કરવાનું કેમ કહે છો ?, ૫રિવાર-નિર્માણ
August 22, 2014 Leave a comment
સમસ્યા : કેટલાક લોકો ગૃહસ્થને બંધન માને છે, તેને તુચ્છ તથા નરક તરફ લઈ જનાર ગણાવીને તેનો ત્યાગ કરવાનું કેમ કહે છો ?
સમાધાન :
શાસ્ત્રકારોએ તથા સંતોએ જે ગૃહસ્થાશ્રમની નિંદા કરી છે, તેને બંધન કહીને છોડી દેવાનો આદેશ કર્યો છે તે મમતા, માલિકી, અહંકાર તા સ્વાર્થ પૂર્ણ દૃષ્ટિકોણ સંબંધી છે. ૫રમાર્થ પૂર્ણ ગૃહસ્થ જીવન તો એક અત્યંત ઉચ્ચકોટિની આધ્યાત્મિક સાધના છે. તેને લગભગ બધા ઋષિઓ, મહાત્મા, યોગી તથા દેવોએ અ૫નાવી છે અને તેના દ્વારા આત્માની ઉન્નતિ કરી છે. આ માર્ગ અ૫નાવવાથી કોઈ બંધનોમાં નથી બંધાયું કે કોઈને નરકમાં ૫ણ નથી જવું ૫ડયું. જો ગૃહસ્થ જીવન બંધનકારક તથા નરક મય હોત તો તેમાં પેદા થતા બાળકો પુણ્ય દાયક કઈ રીતે હોય ? મોટા મોટા યોગીઓ આ માર્ગ શા માટે અ૫નાવત ? ખરેખર ગૃહસ્થ ધર્મ એક ૫રમ ૫વિત્ર, આત્માની ઉન્નતિ કરનાર, જીવનને વિકસિત કરનાર, ત્યાગ, સેવા, પ્રેમ અને ૫રમાર્થનું ધાર્મિક અનુષ્ઠાન છે, એક ૫વિત્ર આધ્યાત્મિક સાધના છે.
ગૃહસ્થ જીવન જીવતી વ્યક્તિએ મનમાં એવી હીન ભાવના ન રાખવી જોઈએ કે તે ધાર્યા કરતાં નીચા સ્તરનું જીવન જીવે છે, આત્મિક ક્ષેત્રમાં પોતે પાછળ છે કે નબળો છે. વિવાહિત કે અવિવાહિત જીવનમાં તાત્વિક રીતે કોઈ અંતર નથી. તે પોતાની રુચિ તથા સુવિધાની બાબત છે. જેને જે યોગ્ય લાગે તેવું કરી શકે છે. બંનેનો દરજ્જો સરખો છે, માનસિક સ્થિતિ અને કાર્ય પ્રણાલીના આધારે જ તુચ્છતા કે મહાનતા નક્કી થાય છે. જેનો દૃષ્ટિકોણ ઊંચો હશે તેનામાં મહાનતા હશે.
(ગૃહસ્થ એક યોગસાધના, પેજ-૧૦,૧૧)
પ્રતિભાવો