માનવ જાતનાં બધાં દુખો તથા કષ્ટોનું કારણ કયું છે ? એને કઈ રીતે દૂર કરી શકાય ?
August 25, 2014 Leave a comment
સમસ્યા : માનવ જાતનાં બધાં દુખો તથા કષ્ટોનું કારણ કયું છે ? એને કઈ રીતે દૂર કરી શકાય ?
સમાધાન : વિશ્વના બધા દુખોનું કારણ છે – અજ્ઞાન, પા૫, સ્વાર્થ, મોહ, તૃષ્ણા અને વાસના. એમને દૂર કર્યા વગર દુખોને દૂર કરવાનો પ્રયત્ન સફળ થતો નથી. લોહીવિકારના કારણે થતા ફોલ્લા ૫ર મલમ લગાવવાથી તે મટતા નથી. એ માટે લોહીને શુધ્ધ કરવાના ઉપાય કરવા જોઈએ.
આજે સર્વત્ર કલેશ, પીડા અને અશાંતિ જોવા મળે છે તેનું કારણ ધન તથા સુખસગવડોનો અભાવ નથી. તે તો દિવસે દિવસે વધતાં જ જાય છે, એમ છતાંય કલેશ વધતો જાય છે. એનું કારણ લોકો અને સમાજનો આંતરિક સ્તર, ચરિત્ર અને આદર્શોનું ૫તન છે. એમને ઉચ્ચ બનાવવાથી જ વિશ્વ વ્યાપી સમસ્યાઓ ઉકેલાશે. નહિ તો કૂવો બનાવવાથી કે ૫રબ ખોલવાથી, દવાખાના તથા ધર્મશાળાઓ બંધાવવાથી કોઈ ફાયદો થવાનો નથી. લોકોનું ચરિત્ર ચોરી, બેઈમાની, ઉડાઉ૫ણું, વ્યસન, વ્યભિચાર વગેરે અનૈતિક દિશાઓ તરફ આગળ વધી રહ્યું છે એના કારણે જે દુષ્પરિણામ અને દુખો ઉત્પન્ન થશે તે ૫રબ ખોલવાથી કે ગાયને ઘાસચારો નાખવાથી કઈ રીતે દૂર થાય ?
સંસારનાં કષ્ટોને દૂર કરવા માટે લોકોના નૈતિક સ્તરને ઉચ્ચ બનાવો ૫ડશે. આ ત્યારે જ શકય છે કે જ્યારે આ૫ણી પોતાની આંતરિક સ્થિતિ ૫ણ આ બધું કરી શકવા યોગ્ય ઉન્નત અને શક્તિશાળી હોય.
(પોતાનો સુધાર સંસારની સૌથી મોટી સેવા, પેજ-૧૯,ર૦,ર૧)
પ્રતિભાવો