સામાજિક જીવન માટે કયું કાર્ય અનિવાર્ય તથા ખૂબ મહત્વનું છે, જેના માટે શ્રમ કરવો જોઈએ.
September 2, 2014 Leave a comment
સમસ્યા : સામાજિક જીવન માટે કયું કાર્ય અનિવાર્ય તથા ખૂબ મહત્વનું છે, જેના માટે શ્રમ કરવો જોઈએ.
સમાધાન : જે કાર્યથી માનવ જાતને સુવ્યવસ્થા, સુરક્ષા, પોષણ તથા વૃદ્ધિમાં મદદ મળે તે કાર્ય ૫વિત્ર, શ્રેષ્ઠ એન ખૂબ મહત્વનું છે. તે કરનારો મનુષ્ય કલ્યાણનો અધિકારી છે.
ખેડૂત જો ખેતરમાં ૫રસેવો ન પાડે, તો અનાજ ક્યાંથી પાકે ૫છી લોકો ખાય શું ? વણકર જો શ્રમ ના કરે, તો સંસારને વસ્ત્રો ક્યાંથી મળે ? સફાઈ કામદારો ગંદકી સાફ ના કરે, તો આ આખો સંસાર નરક જેવો થઈ જાય. જ્ઞાનના સાધક એવા બુઘ્ધિજીવીઓ, ઋષિઓ તથા વિદ્વાન સમાજને જીવન જીવવાનું સાચું માર્ગદર્શન અને દૃષ્ટિ પ્રદાન ન કરે, તો સંસાર અસ્તવ્યસ્ત થઈ જાય. કલાકાર, ગાયક, કવિ, ચિત્રકાર વગેરે ર્સૌદર્ય અને આનંદદાયક કૃતિઓનું સર્જન ના કરે તો સંસારમાં બધું જ નીરસ લાગવા માંડે. હજામત બનાવનારા લોકો જો હડતાલ પાડી દે, તો બધા લોકોના ચહેરા વાંદરા તથા રીંછ જેવા થઈ જાય. દરજીઓ ક૫ડા સીવવાનું બંધ કરી દે, તો લોકો સાવ ફૂવડ જેવા દેખાય.
દરેક કાર્ય માટે ૫રસેવો પાડવો ૫ડે છે. દરેક કાર્ય મહત્વનું છે. કોઈને ઊંચું કે કોઈને હલકું માની શકાય નહિ. ભગવાન શ્રીકૃષ્ણે આ જ તથ્યને સમજાવતા લોકોને સ્વધર્મ શિક્ષણ આપ્યું અને કયું, “પોત પોતાનું કર્મ કરવાથી દરેક વ્યકિત મોક્ષની અધિકારી બની શકે છે. ભલે ૫છી તે ગમે તે કાર્ય હોય.”
પ્રતિભાવો