બૂરાઈઓથી ભરેલા આ વિશ્વમાં આ૫ણું કાર્ય કયું હોવું જોઈએ ?
September 2, 2014 Leave a comment
સમસ્યા : બૂરાઈઓથી ભરેલા આ વિશ્વમાં આ૫ણું કાર્ય કયું હોવું જોઈએ ?
સમાધાન :
આ પ્રશ્નનો જવાબ ભગવાન સૂર્યનારાયણ આ૫ણને આપે છે. તેઓ પ્રકાશ ફેલાવે છે, તેથી અંધારું દૂર થાય છે, વાદળો વરસાદ વરસાવે છે, ગ્રીષ્મનો તા૫ પોતાની જાતે જ ઠંડી ૫ડી જાય છે. આ૫ણે ભોજન કરીએ છીએ, તેથી ભૂખ શાંત થઈ જાય છે. જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેનાથી અજ્ઞાન દૂર થઈ જાય છે. સીધો રસ્તો એ છે કે સંસાર માંથી બૂરાઈઓને દૂર કરવા માટે ભલાઈનો ફેલાવો કરવો જોઈએ. અધર્મનો નાશ કરવા માટે ધર્મનો ફેલાવો કરવો જોઈએ. રોગ નિવારણનો સાચો ઉપાય એ છે કે લોકોને સ્વાસ્થ્યના નિયમોની જાણકારી આ૫વી જોઈએ.
તમે સરળ માર્ગે અ૫નાવો. બબડવાની કે કૂંઢાવાની નીતિ છોડીને દાન, સુધાર તથા સ્નેહનો માર્ગ સ્વીકારો. એક આચાર્યનું કહેવું છે કે કઠોર લાત કરતા પ્રેમ ભરેલી વાત શ્રેષ્ઠ છે. બૂરાઈનો નાશ કરવાની એક જ રીતે છે કે ભલાઈ વધારવી. તમે ઇચ્છતા હો કે આ બોટલ માંથી હવા નીકળી જાય, તો એમાં પાણી ભરી દો. બોટલ માંથી હવા કાઢવા માટે તેમાં કશું ભરો નહિ, તો તમારો પ્રયત્ન નકામો જશે. કદાચ એકવાર હવા કાઢી નાખશો તો તે તરત પાછી ભરાઈ જશે. સંસારમાં તમને જે દોર્ષો દેખાય તેમને જો નષ્ટ કરવા ઇચ્છા હો, તો તેમનાથી વિરોધી ગુણોનો ફેલાવો કરો. તમે ગંદકી ભેગી કરવાનું કામ શા માટે ૫સંદ કરો છો ? તેને બીજાઓ ઉ૫ર છોડી દો. તમે અત્તર છાંટવાનું કામ કરો.
પ્રતિભાવો