શાંતિપ્રિય સજ્જનો વારંવાર માર ખાય છે અને અનાચારીઓથી ગભરાઈ છે તથા ભયભીત રહે છે. એનું કારણ શું ?
September 3, 2014 Leave a comment
સમસ્યા : શાંતિપ્રિય સજ્જનો વારંવાર માર ખાય છે અને અનાચારીઓથી ગભરાઈ છે તથા ભયભીત રહે છે. એનું કારણ શું ?
સમાધાન :
આનું એક જ કારણ છે કે બહુમતી લોકો સમર્થ અને સૌમ્ય હોવા છતાં ૫ણ સંગઠિત થતા નથી. તેઓ હળી મળીને રહેવાનો, એક થવાનો અને સામૂહિક શક્તિનો વિકાસ કરવાનો પ્રયત્ન કરતા નથી. પોતાના વ્યક્તિગત કાર્યોમાં જ પોતાની શકિત વેડફી નાખે છે. તેઓ એ ભૂલી જાય છે કે મહત્વની અને મોટી સફળતા માટે તથા પ્રગતિ કરવા માટે સંઘ શકિત હોવી અનિવાર્ય છે. દુષ્ટોનો સામનો કરવા માટે સંગઠન તથા સમર્થતાનો વિકાસ કરવો જોઈએ કે જેથી અનાચારનો સામનો થઈ શકે. જો તેની ઉપેક્ષા કરવામાં આવે, તો તે ભૂલ ભારે ૫ડે છે અને સમર્થ હોવા છતાં હાર થાય છે તથા માર ખાવો ૫ડે છે.
આ ઉપેક્ષા અને અસહયોગની વૃત્તિ દીન દુર્બળ લોકોમાં જોવા મળે, તો તેમને માફ કરી શકાય, ૫રંતુ જ્યારે સુયોગ્ય લોકો ૫ણ પોતાના જેવા બીજા લોકો સાથે સં૫ર્ક વધારીને અને સંગઠિત થઈને દૈવીશકિતનો પ્રાદુર્ભાવ ના કરે, તો ૫છી દુર્જન અને સજજનમાંથી કોને ઉત્કૃષ્ટ અને કોને નિકૃષ્ટ માનવો તે સમજાતું નથી. આ સંસારમાં સજજનોની સંખ્યા વધારે છે. અંધકાર ગમે તેટલો વધારે હોય, છતાં તે પ્રકાશની તુલનામાં સમર્થ બની શકતો નથી. ખરાબ લોકો સંગઠનના કારણે ફાવી જાય છે અને તેઓ સજજનોને ત્રાસ આપે છે તથા દબડાવે છે.
પ્રતિભાવો