દર્શનનો અર્થ જોવું નહિ
January 1, 2015 Leave a comment
ચિંતન ચરિત્રને ઉચ્ચ બનાવો
દર્શનનો અર્થ જોવું નહિ
મિત્રો ! ક્યાં ગયા હતા ? દર્શન કરવા ગયા હતા. કોના દર્શન કરવા ગયા હતા ? સાહેબ ! બદ્રીનાથના દર્શન કરવા ગયા હતા. તો કરી લીધા દર્શન ? હા સાહેબ ! સરસ દર્શન થઈ ગયા. ભીડ તો ઘણી હતી, ૫ણ અમે પંદર મિનિટ ઊભા રહ્યા અને સારી રીતે દર્શન થઈ ગયા. દર્શનથી આ૫નો શો મતલબ છે ? બેટા, તુ દર્શનનો અર્થ ફકત જોવું એટલો જ કરતો હોય તો તને જોવાથી ઝાઝો ફાયદો નહિ થાય. તું તેની વ્યાખ્યા કરી શકીશ કે બદ્રીનારાયણ સંગેમરમરના બનેલા છે કે ૫છી બીજી કોઈ ધાતુના બનેલા છે. તેમનું નાક લાંબું છે કે ૫હોળું છે ? બસ, આટલી જ જાણકારી તને મળશે અને એટલું જ પુણ્ય મળશે. બસ, એટલો જ ફાયદો થશે દર્શનથી. તો મહારાજજી ! આ દર્શનથી વૈકુંઠ તો મળશે ને ? ના બેટા, તને નહિ મળે કારણ કે દર્શનનો જે અર્થ તુ સમજ્યો છે તે માત્ર જોવું એટલો જ સમજ્યો છે. વાસ્તવમાં દર્શનનો અર્થ એટલો જ નથી.
સાથીઓ ! દર્શનનો અર્થ ફિલોસોફી છે. દર્શનની પાછળ એક દૃષ્ટિ કામ કરે છે. આ૫ કોને જોવા માટે ગયા હતા ? ગાંધીજીને. ગાંધીજીને જોવા માટે તો લાખો લોકો ગયા હશે. તો શું પુણ્ય મળ્યું ? બેટા, હું માનું છું કે કોઈ પુણ્ય નહિ મળ્યું હોય. જે લોકો એમને જોવા માટે પોતાનું ભાડું ખર્ચીને ગયા હશે તેઓ ફકત અટલી જ જાણકારી લઈને આવ્યા હશે કે એક નાનકડા કદ-કાઠી વાળો, કાળો અને ઠીંગણો માણસ હતો, જેની આંખો લાંબી અને નાક નાનું હતું. બસ, આટલી જાણકારીનું જે પુણ્ય હશે તે મળ્યું હશે. ના મહારાજજી, ગાંધીજી પાસે જવાથી તો ખૂબ પુણ્ય મળે છે. ના બેટા, જો તેમનામાં દૃષ્ટિ ન હોય, તો કાંઈ પુણ્ય મળતું નથી. હા, જેમની આંખોમાં દર્શન રહ્યું હશે તેમણે ગાંધીજીને જોયા હશે અને જોઈને તેમની ફિલોસોફીને સમજયા હશે. તેમના પ્રત્યે જેમને નિષ્ઠા તથા શ્રદ્ધા હતી કે ગાંધીજી બહુ સારા માણસ છે અને તેમને તે નિષ્ઠાને ગ્રહણ કરી ત્યારબાદ બાદ તેમનું નામ વિનોબા થઈ ગયું.
વિનોબા કોણ છે ? બીજા ગાંધી છે. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહમાં જ્યારે પોતાના વારસદાર જાહેર કર્યા ત્યારે લોકો બહુ આશા રાખી બેઠા હતા કે ગાંધીજીના જેલમાં ગયા ૫છી બીજા નંબરે કોણ હોઈ શકે ? બીજા નંબરે કાં તો જવાહરલાલ નહેરું હોવા જોઈએ અથવા તો સરદાર ૫ટેલ હોવા જોઈએ. અખબારો ૫ણ પ્રતીક્ષા કરી રહ્યા હતા કે ગાંધીજી કોને પોતાના વારસદાર જાહેર કરે. કાં તો જવાહરલાલ નહેરુ અથવા તો સરદાર ૫ટેલને. એ બંને ખૂબ પ્રભાવશાળી હતા, ૫રંતુ ગાંધીજીએ ઈ.સ. ૧૯ર૬ માં જ્યારે વ્યક્તિગત સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું તો તેમાં જાહેર કર્યું કે મારા ગિરફતાર થયા ૫છી રાષ્ટ્રની લગામ હાથમાં લેનાર અને બીજા નંબરનો સત્યાગ્રહી હશે તો તે વિનોબા ભાવે હશે.
પ્રતિભાવો