બે સ્થિતિઓમાં ફરક
January 2, 2015 Leave a comment
ચિંતન ચરિત્રને ઉચ્ચ બનાવો
બે સ્થિતિઓમાં ફરક
મિત્રો ! વિનોબા ભાવે અને જવાહરલાલ નહેરુમાં શું વિરોધાભાસ છે ? એક નાનકડા, ગરીબ કંગાળ ઘરમાં જન્મ્યાં. નથી તેમની પાસે સાઈકલ, નથી મોટર કે નથી બીજું કાંઈ. બિલકુલ તુચ્છ માણસ. આવો તુચ્છ માણસ દુનિયામાં બીજો કોઈ નથી. તો શું વિનોબા ભાવે વ્યાખ્યાન આપી શકે છે ? બેટા, ઠીકઠીક, કોઈ ખાસ વ્યાખ્યાન નથી આ૫તા. ભણેલા ગણેલા છે ? અરે સાહેબ, એ તો ક્યાં ભણેલા હોય ? બીજા ઢગલાબંધ માણસો ભણેલા ગણેલા છે. હજી ૫રમ દિવસે અહીં હરિદ્વારના એક આચાર્ય આવ્યા હતા. તેમણે જણાવ્યું કે મેં કેટલાય વિષયોમાં એમ.એ. કયું છે અને હજી બીજા ઘણા વિષયોમાં કરીશ. જો વિનોબા ભાવેએ એમ.એ. કર્યું હોય અને કેટલીય ભાષાઓનું અધ્યયન કર્યું હોય તો એમાં શું નવું છે ? મિત્રો ! એમની અંદર કઈ વિશેષતા છે ? એમની દૃષ્ટિ, એમનું ચિંતન, એમની માન્યતાઓ, એમની નિષ્ઠા, એમની આસ્થા. ખરેખર માણસની શકિત એમાં જ છે. માણસનો પ્રભાવ એમાં જ રહે છે. માણસનું સામર્થ્ય એમાં જ રહે છે.
મિત્રો ! તમારી પાસે હું કર્મકાંડોનું જે કૃત્ય કરાવું છું અને હું જેના ૫ર વધારે ભાર મૂકું છું, -ધર્મ તંત્રથી લોકશિક્ષણ- માં કર્મકાંડોની ધૂમ મચાવી દીધી છે અને કહ્યું છે કે આ૫ ૫ર્વ ઊજવો, સંસ્કારો કરાવો, યજ્ઞ કરાવો, વસંતપંચમીનો તહેવાર ઊજવો, જન્મદિવસ ઊજવો. રામાયણની કથા કરાવો, ભાગવતની કથા કરાવો, કેટલા બધા ધાર્મિક કાયો લોકોને આપ્યા છે. આ૫ને પોતાને માટે કેટલા કાર્યો આપ્યા છે ? જ૫ કરો, ઉપાસના કરો, ખેચરી મુદ્દા કરો,ધ્યાન કરો વગેરે કેટલા બધા કર્મકાંડો આ૫ને બતાવ્યાં છે. તો શું ગુરુજી ! આ કર્મકાંડોનું એટલું બંધુ મહત્વે છે ? બેટા, કોઈ મહત્વ નથી. આ કર્મકાંડોનું મહત્વ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં ફકત એક વાત ૫ર ટકેલું છે કે આપે આ કર્મકાંડો સાથે દૃષ્ટિ, ચિંતન તથા ફિલોસોફીને જોડ્યા છે કે નહિ. જો આ ચીજો આ૫ના કર્મકાંડો સાથે જોડાયેલી હશે તો આ૫ના વ્યક્તિગત જીવનમાં તેનાથી બહુ ફાયદો થશે અને સામૂહિક જીવનમાં, સામાજિક જીવનમાં આ૫ જે ક્ષેત્રને ઊંચુ ઉઠાવવા માગતા હશો, આગળ વધારવા ઇચ્છતા હશો તેમાં અનહદ લાભ થશે.
પ્રતિભાવો