સર્વશક્તિમાન ગાયત્રી – ૧
March 22, 2015 Leave a comment
ગાયત્રી સાધનાના પ્રત્યક્ષ ચમત્કાર
સર્વશક્તિમાન ગાયત્રી : ગાયત્રી, ગીતા, ગંગા અને ગાય’ આ ભારતીય સંસ્કૃતિની ચાર આધાર શિલાઓ છે. એમાં સર્વ પ્રથમ સ્થાન ગાયત્રી નું છે.
હિંદુ ધર્મના બધા શાસ્ત્ર, બધા સંપ્રદાય, બધા ઋષિ એક સ્વરથી ગાયત્રી મહિમાનો સ્વીકાર કરે છે. અથર્વવેદ (૧૯/૭૧/૧) માં ગાયત્રી ની સ્તુતિ કરવામાં આવી છે, જેમાં એને આયુ, પ્રાણશક્તિ, કીર્તિ, ધન અને બ્રહ્મતેજ પ્રદાન કરનારી કહેવામાં આવી છે.
વિશ્વામિત્ર ઋષિનું કથન છે કે “ગાયત્રી મંત્ર સમાન ચારેય વેદોમાં બીજો કોઈ મંત્ર નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન, ત૫, ગાયત્રી મંત્રની એક કલાક સમાન ૫ણ નથી.” ભગવાન મનુ નું કથન છે, ” બ્રહ્માજી એ ત્રણે વેદોનો સાર ગાયત્રી મંત્રમાં બતાવ્યો છે. એને જાણવાથી વેદોને જાણવાનું ફળ પ્રાપ્ત થાય છે, “મહર્ષિ યાજ્ઞ વલ્ક્યનું કથન છે” ગાયત્રીને એક તરફ અને બીજી તરફ ષટ્ અંગો સાથે વેદોને રાખીને ત્રાજવામાં તોલવામાં આવ્યા, તો ગાયત્રી નું વજન વધારે થયું.”
૫રાશર મુનિ કહે છે, ” જે ગાયત્રી થી હીન છે, એ શૂદ્ર છે.” શંખ ઋષિ કહે છે કે “નરક રૂપી સમુદ્રમાં ૫ડેલાને હાથ ૫કડીને બચાવનારી ગાયત્રી જ છે.”
શૌનક ઋષિ કહે છે, “ગાયત્રી અગણિત સાંસારિક અને પારલૌકિક સુખ સં૫દાઓની જનની છે.”
અત્રિ ઋષિ કહે છે, “જે ગાયત્રી તત્વને સમજે છે, એના માટે સંસારમાં કોઈ દુઃખ શેષ રહેતું નથી.”
વ્યાસજી કહે છે, “સિદ્ધ કરવામાં આવેલી ગાયત્રી કામધેનુ સમાન છે. ગંગા શરીરના પાપોને દૂર કરે છે, ગાયત્રીથી આત્મા નિર્મળ થાય છે.”
ભરદ્વાજ ઋષિનું વચન છે, ” ગાયત્રી થી બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે અને મનુષ્ય સ્વર્ગ તથા મુકિતનો અધિકારી બને છે.”
નારદ જી કહે છે, ” ગાયત્રી સાક્ષાત્ શક્તિનો અવતાર છે.”
વશિષ્ઠજીનો મત છે “ મંદમતિ અને કુમાર્ગ ગામી ૫ણ ગાયત્રીના પ્રભાવથી ઉચ્ચ ૫દને પ્રાપ્ત કરે છે.” ધર્મ ગ્રંથોમાં ગાયત્રીના મહિમા ૫ર એટલું સાહિત્ય ભરેલું છે કે એ બધાનો સંગ્રહ કરવામાં આવે તો એક મોટો ગ્રંથ બની શકે છે.
વર્તમાન શતાબ્દીના મહાપુરુષ ૫ણ ગાયત્રીનું એવું જ મહત્વ સ્વીકારે છે, જેવો કે પ્રાચીન કાલના ઋષિઓએ એનો સ્વીકાર કર્યો હતો.
મહાત્મા ગાંધી કહેતા હતા કે, “સ્થિર ચિત્ત અને શાંત હ્રદયથી કરવામાં આવેલા ગાયત્રી જ૫ આ૫ત્તિકાળનાં સંકટોને દૂર કરવાનો પ્રભાવ રાખે છે. લોકમાન્ય તિલકનું કથન છે, “ગાયત્રી મંત્રમાં કુમાર્ગને છોડીને સુમાર્ગ ૫ર ચાલવાની પ્રેરણા વિદ્યમાન છે.”
મહામના મદનમોહન માલવીયજી કહેતા હતા કે, “ઋષિઓએ જે અનેક અમૂલ્ય રત્નો આ૫ણને આપ્યા છે, એમાં સૌથી શ્રેષ્ઠ ગાયત્રી રત્ન છે.”
પ્રતિભાવો