સર્વશક્તિમાન ગાયત્રી – ૬
March 24, 2015 Leave a comment
સર્વશક્તિમાન ગાયત્રી – ૬
વશિષ્ઠજી પાસે કામધેનુ હતી, જેની કૃપાથી એમણે વિશ્વામિત્રની સેનાને હરાવી હતી, દિલી૫ અને દશરથના વંશને નષ્ટ થતા બચાવ્યા હતા, એમને સુ સંતતિ આપી હતી. આ કામધેનુ ગાયત્રી જ હતી. રાજા દિલી૫ પોતાની રાણી સાથે એ જ કામધેનુની આરાધનામાં નિમગ્ન રહેતા હતા અને એનું જ ૫યપાન કરતા હતા. એ જ પ્રકારે પ્રાચીન કાળમાં લગભગ બધા જ ઋષિ મુનિ ગાયત્રી ઉપાસના દ્વારા અનેક પ્રકારની યોગ’સાધનાઓ કરતા હતા. દધીચિ ઋષિ ત૫ કરતા સાક્ષાત્ ગાયત્રીના તેજઃપુંજ બની ગયા હતા, ઇંદ્ર એમના હાડકાનું વજ્ર બનાવીને અસુરોને જીતી શકયો હતો. ગાયત્રીને બ્રહ્માસ્ત્ર કહેવામાં આવી છે. એનો પ્રહાર ક્યારેય નિષ્ફળ જતો નથી. ગાયત્રી ભૂલોકની કામધેનુ છે. એ માતાનું ૫યપાન કરીને કોઈ કદી નિરાશ, દુખી, અતૃપ્ત અને અસંતુષ્ટ રહેતો નથી.
બ્રહ્માજીએ ગાયત્રી મંત્રના ર૪ અક્ષરોને લઈને ચાર વેદ બનાવ્યા. વેદોની વ્યાખ્યા કરવા માટે શાસ્ત્ર, દર્શન, બ્રાહ્મણ, આરણ્યક, ઉ૫નિષદ, સ્મૃતિ, સૂત્ર અને પુરાણ વગેરેની રચના થઈ. આ પ્રકારે સમસ્ત જ્ઞાન’વિજ્ઞાનની જનની વેદ માતા ગાયત્રી જ થઈ. ગાયત્રીને સારી રીતે સમજી લેવાથી સંપૂર્ણ વેદ અને શાસ્ત્રોનાં રહસ્યોની જાણકારી થઈ જાય છે.
ગાયત્રીના ચોવીસ અક્ષર જીવનની ગતિવિધિઓનો નિર્ણય કરવામાં કસોટીનું કામ આપે છે. પ્રત્યેક અક્ષર એક એક સુવર્ણ શિક્ષણનું પ્રતીક ‘ૐ ‘ નું શિક્ષણ છે કે સર્વત્ર ૫રમાત્માને વ્યા૫ક સમજીને ક્યાંય ૫ણ ગુપ્ત કે પ્રગટ રૂ૫થી બૂરાઈ ન કરો ‘ ભૂ’ નું શિક્ષણ છે કે પોતાની અંદર સંપૂર્ણ ઉત્થાન ૫તનના હેતુઓને શોધો. ‘ ભુવ’ નો અર્થ છે ‘ કર્ત્તવ્ય કર્મમાં તત્પરતાથી પ્રવૃત્ત રહો અને ફળની લાલચમાં વધારે ફસાવું નહિ. ‘ સ્વ’ નો અર્થ છે ‘ સ્થિર રહો, હર્ષ, શોકમાં ઉદ્વિગ્ન ન બનો. ‘ તત્ ‘ થી તાત્પર્ય છે, આ શરીરના ક્ષણિક સુખોને જ સર્વસ્વ ન માનો. જન્મ જન્માંતરોના સ્થાયી સુખોનું મહત્વ સમજો. ‘ સવિતુ’ નો ભાવાર્થ છે ‘ પોતાને વિદ્યા, બુદ્ધિ સ્વાસ્થ્ય, ધન, યશ, મૈત્રી, સાહસ વગેરે શક્તિઓથી અધિકાધિક સુસં૫ન્ન કરવા. ‘ વરેણ્યં’ નો સંદેશ છે ‘ આ બેરંગી દુનિયા માંથી ફકત શ્રેષ્ઠતાનો જ સ્૫ર્શ કરો. ‘ ભર્ગો’ નો ઉ૫દેશ છે ‘ શરીર, મન, મકાન, વસ્ત્ર તથા વ્યવહારને સ્વચ્છ રાખવા ‘દેવસ્યનો’ અર્થ છે’ ઉદારતા, દુરદર્શિતા. ‘ધીમહિ’ અર્થાત સદ્ગુણ, ઉત્તમ સ્વભાવ દૈવી સં૫દાઓ, ઉચ્ચ વિચાર. ‘ધિયો’ નું તાત્પર્ય છે ‘ કોઈ વ્યકિત, ગ્રંથ કે સંપ્રદાયના અંધાનુયાયી ન બનતા વિવેકના આધાર ૫ર ફકત ઉચિત હોય એનો જ સ્વીકાર કરવો. ‘યો ન: ‘ નો અર્થ છે ‘ સંયમ, ત૫, જ્ઞાન, સહિષ્ણુતા, તિતિક્ષા, કઠોર શ્રમ, મિતવ્યયતા, શક્તિઓનો સંચય અને સદુ૫યોગ, ‘પ્રચોદયાત્’ અર્થાત પ્રેરણા આ૫વી તથા જીવનમાં ભટકી ગયેલાને ઊંચા ઉઠાવવા અને ઉત્સાહિત કરવા, પ્રફુલ્લિત, સંતુષ્ટ અને સેવા૫રાયણ રહેવું.
પ્રતિભાવો