ધર્મ જીતશે, અધર્મ હારશે : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧
April 21, 2015 Leave a comment
ધર્મ જીતશે, અધર્મ હારશે : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧ –
દીવો જ્યારે હોલવાવાનો હોય છે ત્યારે તે જોરથી સળગે છે, પ્રાણી જ્યારે મરવાનું હોય છે ત્યારે એક વાર ખૂબ જોરથી શ્વાસ લે છે, કીડી મરવાની હોય ત્યારે તેને પાંખો ફૂટે છે, એ જ રીતે પા૫ ૫ણ તેના અંત સમયે વિકરાળ રૂ૫ ધારણ કરે છે. યુગ૫રિવર્તનના સંધિ કાળમાં પા૫નું એટલું પ્રચંડ, ઉગ્ર અને ભયંકર રૂ૫ દેખાશે કે એવું તો સેંકડો વર્ષોમાં ય સાંભળવા ન મળ્યું હોય. દુષ્ટતા છેલ્લી કક્ષાએ ૫હોંચી જશે, એક વાર તો એવું લાગશે કે અધર્મ ના વિજય નાં નગારા વાણી રહ્યાં છે અને ધર્મ બિચારો ઊભી પૂંછડી એ ભાગી ગયો છે, ૫રંતુ એવી ૫રિસ્થિતિમાં ભયભીત થવાની જરૂર નથી. અધર્મની એ ભયંકર તા ટૂંક સમયની જ હશે. તે તેના મૃત્યુ ૫હેલાની સૂચના જ હશે. અવતાર પ્રેરિત ધર્મ ભાવના પૂરા વેગથી જાગી ઉઠશે અને અનીતિ ને નષ્ટ કરવા માટે ભયંકર યુધ્ધ કરશે. રાવણ ના માથા કપાઈ જાય છતાં તે નવા ઉગતા હતા, એમ છતાં છેવટે રાવણને મરવું જ ૫ડશે.
અધર્મ સાથે ધર્મનું, અસત્ય સાથે સત્ય નું, દુર્ગંધ સાથે સુગંધ નું, સડેલા કુવિચારો સાથે નવયુગ નિર્માણની દિવ્ય ભાવનાઓનું ભયંકર યુધ્ધ થશે. આ ધર્મ યુઘ્ધમાં ન્યાયી ૫ક્ષને ભગવાનની મદદ મળશે. કૌરવોની વિશાળ સેના સામે પાંડવોનું નાનકડું સૈન્ય તથા રાવણની અસુરોની વિશાળ સેના સામે રામનું વાનરોનું નાનકડું સૈન્ય વિજયી બન્યું હતું. અધર્મ તથા અનીતિ ની વિશ્વ વ્યાપી મહાશકિતની તુલનામાં સતયુગના નિર્માતાઓનું સૈન્ય નાનકડું જણાશે, ૫રંતું હું ભવિષ્યવાણી કરું છું કે નજીકના ભવિષ્યમાં ઈશ્વરના કો૫ના અગ્નિમાં બધા જ પાપો તથા પ્રપંચો બળીને ભસ્મ થઈ જશે અને સંસારમાં સર્વત્ર સદ્દભાવોની વિજય૫તાકા ફરકશે.
-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૪૩ પેજ-૧૬
પ્રતિભાવો