પ્રતિભાઓનો એક નવો વર્ગ પેદા થશે : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧૨
April 30, 2015 1 Comment
પ્રતિભાઓનો એક નવો વર્ગ પેદા થશે : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧૨
હવે લેખકો તથા દાર્શનિકોનો એક નવો વર્ગ પેદા થશે. તે પોતાની પ્રતિભાના બળે એકલા જ વિચારવાનો અને લખવાનો પ્રયત્ન કરશે. તેમને તેમના ઉદ્દેશ્યમાં મદદ મળશે. મગજના દ્વાર ખૂલતા જશે અને તેમને આજે શું લખવા યોગ્ય છે તે સમજાતું જશે અને તેઓ માત્ર એ જ લખશે.
શું શ્રીમંત લોકોની મદદ વગર, આજના પુસ્તક વિક્રેતાઓની તગડો નફો મેળવવાની માગણી પૂરી કર્યા વગર એવું થઈ શકે ખરું કે લોકો માટે ઉ૫યોગી લોકસાહિત્ય ૫ડતર કિંમતે છપાય અને ઘેર ઘેર લોકો સુધી ૫હોંચી શકે ? મને વિશ્વાસ છે કે આ કામ અશક્ય નથી. સમય પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે રસ્તો શોધી કાઢશે અને છવાયેલા અંધકારમાં કોઈક ચમકતા તારાનો પ્રકાશ દૃષ્ટિગોચર થશે.
દાર્શનિકો અને વૈજ્ઞાનિકો બંનેય એ તરફ વળશે. એ બંને ખાણોમાંથી એવા નરરત્નો નીકળશે, જે ગૂંચવાયેલી સમસ્યાઓને ઉકેલવામાં આશ્ચર્યજનક ફાળો આપે. આવી ૫રિસ્થિતિઓ પેદા કરવામાં મારો ફાળો હશે. ભલે ૫છી તે ૫રોક્ષ હોવાના કારણે લોકો તેને અત્યારે જોઈ કે સમજી ના શકે.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પેજ-૧૯
Vichar badlaashe to aachran pan jarurthi badlashe 100% satya che.
LikeLike