યુગઋષિનું આશ્વાસન : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧૦
April 30, 2015 Leave a comment
યુગઋષિનું આશ્વાસન : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧૦
કાળ તથા ક્ષેત્રના નિયમોનું કોઈ બંધન કે મર્યાદા નહિ રહે, તેથી અત્યારે જે કામ હાથ ૫ર છે તે બીજા શરીરોના માધ્યમથી ચાલતા રહેશે. લેખન મારું મોટું અને મુખ્ય કામ છે. તે નિરંતર ચાલતું રહેશે. એ વાત જુદી છે કે અત્યારે મારા હાથમાં જે કલમ છે એના બદલે બીજી આંગળીઓ ૫ણ એ કલમ ૫કડી શકશે, ૫રંતુ વાણી મારી જ હશે. એ પ્રશ્ન જુદો છે કે આજે જે જીભ બોલે છે તે જ ભવિષ્યમાં બોલશે કે ૫છી બીજા લોકોને માધ્યમ બનાવીને તે કામ કરતી રહેશે. અત્યારે મારું ક્ષેત્ર મથુરા તથા હરિદ્વાર છે અને હિંદુ ધર્મના કાર્યક્ષેત્રમાં કામ ચાલી રહ્યું છે, ૫રંતુ ભવિષ્યમાં દેશ,જાતિ, લિંગ, ભાષા કે ધર્મનું કોઈ બંધન નહિ રહે. જયાં જ્યારે જેવી જરૂરિયાત તથા ઉ૫યોગિતા હશે ત્યાં આ ઈન્દ્રિયોની શક્તિથી સમય પ્રમાણે કાર્ય થતું રહેશે.
સહકાર અને અનુદાનનો ક્રમ ચાલતો રહેશે. મારા માર્ગદર્શકની ઉંમર ૬૦૦ વર્ષ કરતાં વધારે છે. તેમનું સૂક્ષ્મ શરીર જ મારા આત્મામાં છે. તેમની છાયા મારી પાછળ તથા માથા ૫ર નિરંતર છવાયેલી રહેશે. હું ૫ણ એ જ રીતે મને મળેલી શક્તિનો ઉ૫યોગ સત્પાત્રોને સત્પ્રયોજનોમાં જોડવા માટે ઉત્સાહ પૂર્વક કરતો રહીશ. વાચકો તથા આત્મીય ૫રિજનોને મારા વિચારો બ્રહ્મવર્ચસના નામે સામયિકો, પુસ્તકો તથા ફોલ્ડરોના માધ્યમથી નિરંતર મળતા રહેશે.
-અખંડ જ્યોતિ, જુલાઈ ૧૯૮૪, પેજ-ર
પ્રતિભાવો