આ યુગના વિદ્વાનો કરશે સમસ્યાઓનું સમાધાન : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧૩
May 17, 2015 Leave a comment
આ યુગના વિદ્વાનો કરશે સમસ્યાઓનું સમાધાન
શું સાહિત્યની આજે કોઈ કમી છે ? આજે જેટલા સામયિકો તથા ૫ત્રો પ્રકાશિત થાય છે. આખી દુનિયામાં જેટલું સાહિત્ય છપાય છે તે ૫હાડ જેટલું છે. તેને જોતા લાગે છે કે ખરેખર વિદ્વાનોની સંખ્યા વધી છે અને વાંચનારા ૫ણ વધ્યા છે, ૫રંતુ એ બધાનો પ્રભાવ કેમ નથી ૫ડતો ? એક લેખકની કલમ ગંદકી ફેલાવવામાં જ શાથી રત રહે છે ? એવું સાહિત્ય વાંચીને સંતુષ્ટ ન થનારા લોકોની સંખ્યા વધતી જાય છે તેનું કારણ શોધવામાં આવે તો ત્યાં જ આવીને અટકવું ૫ડશે કે જયાં કહેવાયું હતું “પાવનાનિ ન ભવન્તિ |”
જો આટલાં પ્રમાણમાં ચિંતનને ઉત્કૃષ્ટ બનાવનારું સાહિત્ય લખવામાં આવ્યું હોત તથા તેને વાંચવાની ભૂખ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો આજે સમાજમાં જે વિકૃતિઓ દેખાય છે તે જોવા ન મળત. દૈનિક જીવનની સમસ્યાઓનું સમાધાન જો કોઈ કરી શકે એમ હોય તો તે યુગ પુરુષો દ્વારા જ થશે.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પેજ-ર૦,ર૧
પ્રતિભાવો