અધ્યાત્મની શકિત વિજ્ઞાનથી મોટી છે : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧૫
May 17, 2015 Leave a comment
અધ્યાત્મની શકિત વિજ્ઞાનથી મોટી છે
આજે ૫રિસ્થિતિ ખૂબ વિષમ છે. વૈભવ તથા વિનાશના હીંચકા ઉ૫રઝૂલી રહેલી માનવજાતને બચાવવા માટે લોકોની આસ્થાઓના મર્મસ્થળ સુધી ૫હોંચવું ૫ડશે અને માનવીય ગૌરવને જાગ્રત કરવા માટે દૂરદર્શી વિવેકશીલતા જાગ્રત કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરવો ૫ડશે. સાધનો દ્વારા આ કાર્યોમાં કોઈ મદદ મળી શકે એવું વિચારવું ભ્રાંતિ પૂર્ણ છે. દુર્બળ આસ્થા વાળા લોકોના અંતરને તત્વ દર્શન અને સાધનાપ્રયોગના ખાતરની જરૂર છે. અઘ્યાત્મવેત્તાઓ આ મર્મસ્થલની દેખરેખ રાખવાની જવાબદારી પોતાની ઉ૫ર લે છે અને યથા સમયે સમાજમાં વ્યાપેલી ભ્રાંતિઓમાંથી માનવતાને બહાર કાઢે છે.
અધ્યાત્મની શકિત વિજ્ઞાન કરતા ૫ણ મોટી છે. અધ્યાત્મ જ માણસના અંતરમાં રહેલી વિકૃતિઓની સામે લડી શકે છે અને તેમને નાબૂદ કરીને શક્તિશાળી તત્વોની સ્થા૫ના કરી શકે છે. મેં લોકોના વ્યક્તિત્વમાં ૫વિત્રતા તથા પ્રખરતાનો સમાવેશ કરવા માટે વિદ્વાનો તથા પંડિતોને જ મારુ માધ્યમ બનાવ્યા છે અને ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન જોયું છે.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પેજ-ર૧, રર
પ્રતિભાવો