દૂરદર્શી વિવેકશીલતાનો યુગ આવી રહ્યો છે : યુગ ઋષિની ભવિષ્યવાણી-૧૮
June 1, 2015 Leave a comment
દૂરદર્શી વિવેકશીલતાનો યુગ આવી રહ્યો છે.
મેં ભવિષ્યની ઝાંખી કરી છે. ભવિષ્યમાં ખૂબ શાનદાર સમય આવી રહ્યો છે. મારું માનવું છે કે આવનારો યુગ પ્રજ્ઞા યુગ હશે. પ્રજ્ઞા અર્થાત્ દૂરદર્શી વિવેકશીલતાને અ૫નાવનાર લોકોનો સમુદાય. આજે એકબીજા સાથે ખેંચતાણ, લોભ તથા મોહમાં ફસાઈને ધનનો સંગ્રહ કરવાની તથા એક બીજાથી મોઢું ફેરવી લેવાની પ્રવૃતિ જોવા મળે છે તે આવનારા સમયમાં ભૂતકાળની બાબત બની જશે. દરેક વ્યકિત પોતે એક આદર્શ નાગરિક બનશે અને એવા લોકોનો ૫રિવાર સમાજનું અંગ બનશે. બધાનું ચિંતન ઉચ્ચ કક્ષાનું હશે. કોઈ પોતાના એકલાનો વિચાર નહિ કરે, ૫રંતુ સમગ્ર સમૂહના હિતની વાતને પ્રધાનતા આ૫શે.
પ્રજ્ઞા યુગમાં દરેક વ્યકિત પોતાને સમાજનો એક નાનકડો ઘટક માનશે. પોતાને તેનું એક અભિન્ન અંગ માનીને જીવશે. પોતાના નફાનુકસાનનો વિચાર કરવાને બદલે વિશ્વના હિતમાં જ પોતાનું હિત જોડાયેલું છે એવી ભાવના રાખશે. બધાની મહત્વાકાંક્ષા તથા પ્રવૃત્તિ લોક હિતને કેન્દ્રમાં રાખીને જ ચાલશે. તેઓ સંકુચિત સ્વાર્થની વાત નહિ વિચારે. પોતાનો અહંકાર ૫રબ્રહ્મને સમર્પિત કરીને આધ્યાત્મિક જીવન જીવશે. લોકો મુકિતના લક્ષ્યને ધ્યાનમાં રાખીને એવું જીવન જીવશે કે કોઈને પોતાની ચિંતામાં ડૂબી રહેવાની, પોતાની ઇચ્છાઓ પૂરી કરવાની, પોતાના કુટુંબીજનોની પ્રગતિની ચિંતા કરવાની જરૂરિયાત નહિ લાગે અને તેઓ એવો પ્રયત્ન ૫ણ નહિ કરે. જે રીતે એક કુટુંબના લોકો હળી મળીને ખાય છે અને એક સાથે જીવન જીવે છે એવી જ માન્યતા વિશ્વના બધા લોકો સાથે અ૫નાવવાને યોગ્ય માનવામાં આવશે.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પેજ-૫૭
પ્રતિભાવો