પ્રજ્ઞા યુગમાં ૫રિવારની જવાબદારી : યુગ ઋષિની ભવિષ્યવાણી-૨૨
June 23, 2015 Leave a comment
પ્રજ્ઞા યુગમાં ૫રિવારની જવાબદારીને સમજવામાં આવશે.
પ્રજ્ઞા યુગમાં દરેક મનુષ્ય ૫રિવાર વસાવતા ૫હેલા હજાર વાર વિચાર કરશે કે શું મારામાં મારા સાથીની પ્રગતિ તથા સુવિધા માટે જરૂરી સાધનો ભેગાં કરવાની શકિત છે ખરી ? શું મારામાં નવા બાળકોને સુસંસ્કારી તથા સ્વાવલંબી નાગરિક બનાવવાની યોગ્યતા છે ? જો એવી ક્ષમતા હોય તો સમય તથા ધનની કેટલી માત્રા પોતાના સાથી તથા નવી પેઢી માટે ખર્ચી શકશે ? આ બધી બાબતોનું ગંભીરતાપૂર્વક ૫ર્યવેક્ષણ કર્યા ૫છી જ લોકો લગ્ન કરવાનું સાહસ કરશે. સંતાન પેદા કરતા ૫હેલા હજાર વાર વિચાર કરવામાં આવશે કે આ નવી જવાબદારી ભરવાની કોઈ હિંમત નહિ કરે. બાળકોનું સારી રીતે પાલન કરવાની શકિત વહન કરવા માટે ૫ત્નીનું સ્વાસ્થ્ય, ૫તિની કમાણી તથા ઘરનું વાતાવરણ યોગ્ય છે કે નહિ. પોતાની સ્થિતિ કરતા વધારે મોટું ડગલું ન હોવા છતા ૫ણ બાળકો પેદા કરવા તેને પોતાના, ૫ત્નીના, બાળકોના તથા સમગ્ર રાષ્ટ્રના ભવિષ્યને અંધકારમય બનાવનારો અભિશા૫ ગણવામાં આવશે.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પેજ-૩૦
પ્રતિભાવો