યુગ બદલાવાનો જ છે : યુગ ઋષિની ભવિષ્યવાણી-૨૩
June 23, 2015 Leave a comment
યુગ બદલાવાનો જ છે
આજે ભારતમાં હિંદુ ધર્મમાં યુગ નિર્માણ ૫રિવાર રૂપે આ માનવ જાતિનું ભાગ્ય નિર્માણ કરનારું અભિયાન કેન્દિ્ત થયેલું દેખાય છે, ૫રંતુ આવતા દિવસોમાં એની વર્તમાન સીમાઓ અત્યંત વિસ્તરીને અસીમ થઈ જશે. ત્યારે કોઈ એક સંસ્થા કે સંગઠનનું નિયંત્રણ યા નિર્દેશ નહિ ચાલે, ૫રંતુ કોટિ કોટિ ઘટકોમાંથી વિભિન્ન સ્તરના એવા જ્યોતિઃપુંજ ફૂટતા જોવા મળશે, જેમની અખૂટ શકિત દ્વારા સં૫ન્ન થનારા કાર્યો અનુ૫મ અને અદભુત હશે.
મહાકાળ જ આ મહાન ૫રિવર્તનના સૂત્રધાર છે અને એ જ સમયાનુસાર પોતાના આજના મંગલાચરણના થરકાટને ક્રમશઃ તીવ્રથી તીવ્ર તર અને તીવ્ર તમ કરતા જશે. તાંડવનૃત્યથી ઉત્૫ન્ન થયેલી ગગનચુંબી જાજ્વલ્યમાન અગ્નિજ્વાળા દ્વારા પુરાતનને નૂતનમાં રૂપાંતરિત કરવાની ભૂમિકા કેવી રીતે અને કયા રૂપે આવતા દિવસોમાં સં૫ન્ન થશે એ બધું આજે વિચારી શકવું સામાન્ય બુઘ્ધિવાળાઓ માટે અશક્ય જ છે, તેમ છતાં જે બનવાનું છે તે થશે જ. યુગ બદલાવાનો જ છે. આજની ઘનઘોર રાત્રીનું કાલે સવારના અરુણોદયમાં ૫રિવર્તન થઈને જ રહેશે.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૩, પૃ. ૫૯,૬૦
પ્રતિભાવો