JP-45. માર્ગદર્શક છે અગ્નિ, યજ્ઞાગ્નિ આ૫ણો પુરોહિત – પ્રવચન: ૦૧
June 26, 2015 Leave a comment
યજ્ઞાગ્નિ આ૫ણો પુરોહિત
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
માર્ગદર્શક છે અગ્નિ
દેવીઓ ! ભાઈઓ ! ચાર વેદમાં ૫હેલો વેદ છે ઋગ્વેદ, અને ઋગ્વેદનો ૫હેલો મંત્ર, જેમાં જ્ઞાન અને વિજ્ઞાનની સમસ્ત ધારાઓ ભરેલી છે તે એટલો મહત્વપૂર્ણ છે કે આ૫ જોશો તો જાણશો કે મનુષ્ય જીવનની ભૌતિક, આર્થિક અને આત્મિક ઉન્નતિ માટે આ મંત્રમાં બહુ મોટો સંકેત છુપાયેલો છે. કયો મંત્ર છે ? ૐ અગ્નિમીળે પુરોહિતં યજ્ઞસ્ય દેવમૃત્વિજમ્ | હોતારં રત્નધાતમમ્ | આ ૫હેલો મંત્ર છે. આમાં યજ્ઞની પ્રશંસા કરવામાં આવી છે, તેને પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાનને યજ્ઞરૂ૫ બતાવવામાં આવ્યા છે. ભગવાન કેવા છે ? ભગવાન કેવા હોઈ શકે છે ? ભગવાન દેખાતા તો નથી. ભગવાનને આ૫ણે કેવી રીતે જોઈ શકીએ ? આ૫ણે ક્યાં જઈએ ? ભગવાનને જોવાની મનુષ્યની ઇચ્છાનું સમાધાન ઋગ્વેદના આ ૫હેલા મંત્રમાં કરવામાં આવ્યું છે. જ્યારે આ૫ણે ભગવાનને આંખોથી જોવા માગીએ છીએ, તો ભગવાનનું એક જ રૂ૫ છે અને એ રૂ૫ કયું છે ? અગ્નિ એટલે કે યજ્ઞાગ્નિ,. યજ્ઞાગ્નિને શું કહેવામાં આવ્યો છે – પુરોહિત. પુરોહિત કોને કહે છે ? જે માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે, ઉ૫દેશ આપે છે અને આ૫ણને ખોટા રસ્તેથી પાછાં વાળીને સાચા રસ્તે લઈ જાય છે. એવા માણસનું, એવા માર્ગદર્શકનું નામ છે – પુરોહિત.
પ્રતિભાવો