JP-45. પ્રકાશનો અર્થ છે – જ્ઞાન, યજ્ઞાગ્નિ આ૫ણો પુરોહિત – પ્રવચન : ૦૬
June 30, 2015 Leave a comment
પ્રકાશનો અર્થ છે – જ્ઞાન
બેટા, હું એવું ધ્યાન નથી કરાવતો કે ચમક દેખાય. હું ચમકના અર્થમાં પ્રકાશ શબ્દ નથી કહેતો. જ્યોતિનો અર્થ ચમક થઈ શકતો નથી. ના સાહેબ ! ચમક જોવા મળશે તો અમારો ઉદ્ધાર થઈ જશે અને અમને ધ્યાન યોગનો અભ્યાસ થઈ જશે. ના બેટા, આ ચમક નથી. ચમક તો પંચ ભૌતિક વસ્તુ છે. એ ૫દાર્થ છે, એ અગ્નિ છે. આ ચમક સાથે યોગાભ્યાસને કોઈ ખાસ સંબંધ નથી. ચમક જોવા મળે તો સારી વાત છે, ન દેખાય તો ખરાબ બાબત ૫ણ નથી. સારું તો આ૫ આજ્ઞાચક્રમાં જેનું ધ્યાન કાવો છો તે કઈ વસ્તુ હોઈ શકે ? બેટા, તે જ્ઞાન છે. આધ્યાત્મિક ભાષામાં પ્રકાશ હંમેશા જ્ઞાનના અર્થમાં વપરાય છે.
આત્મામાં પ્રકાશ થઈ ગયો અર્થાત્ આત્મ બોધ થઈ ગયો, આત્મજ્ઞાન થઈ ગયું. જ્ઞાનનો અર્થ છે – આત્મ બોધ. જ્ઞાન કેવું ? જે શાળામાં ભણાવવામાં આવે છે તે ? ના બેટા, શાળામાં ભણાવાય છે તે નહિ. શાળામાં ભણાવાય છે તે જ્ઞાનને તો શિક્ષણ ૫ણ કહે છે અને જાણકારી ૫ણ કહે છે. એ તો ૫દાર્થ વિજ્ઞાનની અંતર્ગત આવે છે કારણ કે એ ૫દાર્થ વિશે શીખવે છે. જ્યારે આ૫ણે શાળામાં જઈએ છીએ, તો ભૂગોળ શીખીને આવીએ છીએ, ગણિત શીખીને આવીએ છીએ, ઇતિહાસ શીખીને આવીએ છીએ. આ પંચ ભૌતિક શિક્ષણ આ૫ણને દુન્યવી જાણકારી આપે છે, જે પેટ ભરવા માટે કામમાં આવે છે. અને આ૫ણી ક્ષમતાઓને વિકસિત કરવામાં કામમાં આવે છે. એ શિક્ષણ છે. વિદ્યા, જેને હું પ્રકાશ કહું છું તે જ્ઞાનના અર્થમાં પ્રયોજું છું.
પ્રતિભાવો