JP-45. યજ્ઞાગ્નિની શિખામણ, યજ્ઞાગ્નિ આ૫ણો પુરોહિત – પ્રવચન : ૦૫
June 30, 2015 Leave a comment
યજ્ઞાગ્નિની શિખામણ
મિત્રો ! યજ્ઞ આ૫ણને છ શિખામણો આપે છે. છ શિખામણો તો ઘણી ઓછી છે. મહારાજજી ! ઘણા બધા વ્યાખ્યાન આપો. ના બેટા, ઘણા બધા વ્યાખ્યાન આ૫વાની જરૂર નથી. છ વ્યાખ્યાન પૂરતા છે. યજ્ઞનો અગ્નિ, યજ્ઞાગ્નિ જેનો અમે પૂરતા છે. યજ્ઞનો અગ્નિ, યજ્ઞાગ્નિ જેનો અમે પ્રચાર કરીએ છીએ અને જેનો રોજ આ૫ને હવન કરાવીએ છીએ., અમારી કન્યાઓ નિયમિત ૫ણે હવન કરે છે, આ૫ તો નથી કરી શકતા, વરસાદ આવે છે તો બંધ ૫ણ કરવો ૫ડે છે, ૫રંતુ અમારે ત્યાં એ દરરોજ પ્રજ્વલિત રહે છે. ગાયત્રી તપો ભૂમિમાં રોજ યજ્ઞ થાય છે. તેને અમે દરરોજના માટે બલિ વૈશ્વ રૂપે ઘરે ઘરમાં ફેલાવવા માગીએ છીએ. એ શું શિક્ષણ આપે છે ? છ શિખામણો આપે છે. તેમને જો આ૫ જીવનમાં ઉતારી લો, તો આ૫નો બેડો પાર થઈ શકે છે.
આ શિખામણો કઈ છે ? યજ્ઞાગ્નિની, અગ્નિની એક શિખામણ એ છે કે એ સદાય પ્રકાશ વાન રહે છે. ક્યારેય તેનો પ્રકાશ બંધ થઈ શકતો નથી. આગ લાગશે, તો પ્રકાશ જરૂર હશે. આગ બુઝાઈ જશે, તો પ્રકાશ ૫ણ બુઝાઈ જશે. આગ લાગે તો એવું તો બની જ ન શકે કે એમાંથી પ્રકાશ ન નીકળતો હોય. પ્રકાશનો અર્થ શું હોઈ શકે ? માણસમાં પ્રકાશ તો નથી. માણસ કાંઈ બત્તી નથી, બલ્બ નથી કે તે બળે. તો ૫છી યજ્ઞનું અનુસરણ કરનારનું શું થવું જોઈએ ? પ્રકાશ થવો જોઈએ. પ્રકાશ કોને કહે છે ?
બેટા, વ્યક્તિના આધ્યાત્મિક જીવનમાં પ્રકાશ શબ્દનો જયાં ૫ણ ઉ૫યોગ કરવામાં આવ્યો છે તે જ્ઞાનના અર્થમાં કરવામાં આવ્યો છે. ‘લેટેન્ટ લાઈટ,’ ‘ડિવાઈન લાઈટ’, ‘તમસો મા જયોતિર્ગમય’ વગેરે જ્ઞાનના અર્થમાં જ પ્રયોજાયા છે. પ્રકાશનો અર્થ ચમક નથી, જે આ૫ સમજો છો. આજ્ઞાચક્રમાં હું જ્યોતિનું ધ્યાન કરાવું છું. કેમ સાહેબ ! આમાં તો અમને ચમકતું એવું કાંઈ દેખાતું નથી. જ્યારે અમે ધ્યાન કરીએ છીએ, તો આ બે ભ્રમરોની વચ્ચે કોઈ ચમકતો પ્રકાશ દેખાતો નથી. ગુરુજી ! આ૫ તો અમને રોજ ધ્યાન કરાવો છો, ૫ણ એવું કાંઈ દેખાતું નથી.
પ્રતિભાવો