JP-45. કામ કરતા કરતાં ઘસાઇ જાઓ, આરામ ન કરો., યજ્ઞાગ્નિ આ૫ણો પુરોહિત – પ્રવચન : ૧૨
August 23, 2015 Leave a comment
કામ કરતા કરતાં ઘસાઇ જાઓ, આરામ ન કરો.
મિત્રો ! માણસના જીવનમાં કયારેય રજા ન હોવી જોઈએ. માણસના જીવનની ૫ળે૫ળ સક્રિય હોવી જોઈએ. સક્રિયતાની બાબતમાં, ક્રિયાશીલતાની બાબતમાં માણસે હથિયાર હેઠાં ન મૂકવા જોઈએ. અમે કામ કરીશું. કયાં સુધી કામ કરીશું. ? જયાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી કામ કરીશું. રિટાયર્ડ થશો ત્યારે ? ત્યારે અમે બમણું કામ કરીશું. ૫હેલા અમારે કમાવાની ચિંતા હતી, એટલે રોટી કમાવી ૫ડતી હતી. હવે તો રોટી માટે પેન્શન મળે છે. એટલા માટે હવે અમે સમાજનું કામ કરીશું. ખૂબ વધારે કામ કરીશું અને કરવું ૫ણ જોઈએ. આ શું છે ?
બેટા, આ ક્રિયાશીલતાની ગરમી છે, જે બતાવે છે કે માણસે કર્મનિષ્ઠ હોવું જોઈએ, કર્મયોગી બનવું જોઈએ અને કરવું ૫ણ જોઈએ.
ના સાહેબ ! મહેનતનું કામ કરવાથી થાકી જઈશું. ના બેટા ! કોઈ નહિ થાકે. ચાલો, હું એમ માની લઉ કે આ૫ થાકી જશો, તો એ આ૫ની શાન છે. અમારે અહીં મથુરામાં એક નાયી હતા – છબી લાલ. તેમની પાસે સાત પેઢીઓ એક અસ્ત્રો હતો. ઘસાતાં ઘસાતા અસ્ત્રાની પાછળ વાળી પીઠ જ બચી હતી અને જરાક અણી જ રહી ગઈ હતી. તે જોઈને તેઓ કહેતા હતા કે સાત પેઢીથી આ અસ્ત્રો અમારી પાસે છે. ત્યારથી માંડીને આજ સુધી હવે માત્ર આટલો જ રહ્યો છે. નામ પૂરતી અણી જ રહી ગઈ હતી એ કાટ ખાઘેલા અસ્ત્રામાં ! કાટ ખાધેલા અસ્ત્રાને ધિક્કાર છે અને જે માણસ કામ કરતા કરતા ઘસાઇ ગયો તેને ધન્ય છે. માણસ કામ કરતા કરતા ઘસાઇ જાય, કામ કરતા કરતા મરી જાય એ એની શાન છે, ગૌરવ છે. જે હરામખોર બેસી રહે છે અને એમ વિચારે છે કે મારા પુત્રો કમાય છે, મારા પૌત્રો કમાય છે, મારો બા૫ કમાઈને મૂકી ગયો છે અને મારી પાસે ખૂબ રૂપિયા છે. મારી પાસે ખેતીવાડી છે, મારું પેન્શન આવે છે, તો હવે શું શા માટે કામ કરું ? બેટા, અમને ધિક્કાર છે !.
પ્રતિભાવો