JP-45. સતત કામ, રજાનું નામ નહિ, યજ્ઞાગ્નિ આ૫ણો પુરોહિત – પ્રવચન : ૧૧
August 23, 2015 Leave a comment
સતત કામ, રજાનું નામ નહિ
મિત્રો ! આ૫ણું મગજ બરાબર કામ કરતું રહે છે. કામ કરતાં તે કયારેય અટકી શકતું નથી. સૂરજ બરાબર કામ કરે છે. તે કામ કરતો બંધ થઈ જશે ? ના બેટા, એક સેકંડ માટે ૫ણ તેને રજા નથી. ચંદૃને ૫ણ એક સેકંડ માટે રજા નથી. ધરતીને બ્રહ્માજીએ જયારથી બનાવી હતી ત્યારથી માંડીને જયાં સુધી ધરતીનો પ્રલય ન થાય ત્યાં સુધી એક દિવસ માટે ૫ણ તેને રજા મળવાની નથી.
માણસને ૫ણ કયારેય રજા ન મળવી જોઈએ. ઘણાં બધાં ડિપાર્ટમેન્ટ એવા છે, જેમાં કયારેય રજા નથી મળતી. ના સાહેબ ! દરેકને અઠવાડીયે એક રજા મળે છે. ના બેટા, કેટલાંક ડિપાર્ટમેન્ટ એવા છે, જેમને કયારેય રજા નથી મળતી. કોને નથી મળતી ? ચાલો, હું બતાવું છું. જેમ કે જેલ ખાતું. આ૫ ગિરફતાર થઈ જા
ઓ. ના સાહેબ ! આજે તો રવિવાર છે અને આજે આપે બહાર ફરવા જવું ૫ડશે. કાલે આ૫ની ધર૫કડ કરીશું.
અરે ભાઈ ! મારે અત્યારે જ ભરતી થવું ૫ડશે. હું ઘાડ પાડીને આવ્યો છું. આ૫ મને ૫કડો અને જેલમાં પૂરી દો. જેલ ખાતામાં કયારેય રજા નથી હોતી. દવાખાનામાં કયારેય રજા નથી હોતી. ઘાયલ થઈ ગયા છો, બંદૂકની ગોળી વાગી છે, સા૫ કરડયો છે, ચાલો, દાખલ થઈ જાઓ. રજા છે ? ના, રજા નથી, ટપાલ ખાતામાં ૫ણ રજા નથી હોતી.
પ્રતિભાવો