શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા અને વિરાટ પુસ્તક મેળો – ૨૦૧૫
September 15, 2015 Leave a comment
શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા અને વિરાટ પુસ્તક મેળો -૨૦૧૫
તા.ર૪-૯-ર૦૧૫ થી તા.ર૮-૯-ર૦૧૫ સ્થળ : ગાયત્રી શકિત પીઠ, કોટડીયા વાડી, જેતપુર
કથા સમય : દરરોજ બપોરે ૦ર-૩૦ થી સાંજે ૬-૩૦ સુધી
પુસ્તક મેળો/ચિકિત્સા કૅમ્પ : દરરોજ સવારે ૦૯-૦૦ થી સાંજે ૮-૩૦ સુધી
કથા વક્તા : પ્રજ્ઞા પુત્રી પાયલબેન ૫ટેલ (ભાયલીવાળા-વડોદરા)
આત્મીયશ્રી
યુગ ઋષિ પં. શ્રી રામ શર્મા આચાર્યજીના મતાનુસાર આજની સમસ્ત સમસ્યાઓનું એકમાત્ર કારણ મનુષ્યના વિચાર-ચિંતનનું દૂષિત થઈ જવું છે. દરેક સમસ્યાની જડ દુર્બુદ્ધિ જ છે. જો મૂળ કારણને સુધારવામાં ન આવે તો સુધારના બધા જ પ્રયત્નો જડ સુકાતા વૃક્ષના પાનને પાણી પાવા જેવી મૂર્ખામી સિદ્ધ થશે. આ પ્રવર્તમાન ૫રિસ્થિતિને સતયુગ જેવા વાતાવરણમાં બદલવા માટે એક માત્ર ઉપાય આજ છે કે ખરાબ વિચાર (દુર્બુદ્ધિ) ના સ્થાને શ્રેષ્ઠ વિચાર (સદ બુદ્ધિ) ની સ્થા૫ના કરવામાં આવે. આજે આ જ્ઞાન ગંગાના અવતરણ માટે ભાગીરથી પ્રયત્નો કરવાના હેતુથી અવતારી સત્તાએ જનમાનસમાં ગ્રસિત આસુરી વિચારોનો નાશ કરી શ્રેષ્ઠ વિચારોની સ્થા૫ના કરવા માટે પ્રવર્તમાન વિકટ સમસ્યાઓના સમાધાન હેતુની એક આગવી વિચારધારા રૂપે સચોટ માર્ગદર્શન કરતા ૧૯ માં પુરાણની એવી
શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથા અને યુગ પુરુષના સાહિત્ય સર્જનના મહાસાગરમાં મનુષ્ય જીવનની સઘળી સમસ્યાઓના સમાધાન માટે વિપુલ સદ સાહિત્ય જેવું કે મનુષ્ય જીવનને દેવતા, ઘર ૫રિવારને સ્વર્ગ, સમાજને સભ્ય, સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવી શકે એવા ૩૦૦૦ થી ૫ણ વધારે પુસ્તકો લખનાર પં. શ્રી રામ શર્મા આચાર્યજી રચિત વિરાટ સાહિત્યના દર્શન કરાવતો વિરાટ પુસ્તક મેળો જેમાં, આ૫ ઇચ્છિત સાહિત્યના પુસ્તકો (બ્રહ્મભોજ યોજના અંતર્ગત) પુસ્તકની છાપેલી કિંમતથી ૫૦ ટકાના ભાવથી ખરીદી શકશો.
સૂક્ષ્મ ગુરુસત્તાના સ્વયં હસ્તાક્ષર ધરાવતી આ દિવ્ય પ્રજ્ઞા પુરાણ કથાના સંગીતમય રસપાન સાથે અને વિરાટ પુસ્તક મેળાના રૂડા અવસરે તમામ પ્રકારના જુના હઠીલા રાગોની સારવાર કરાવવા માટે નિઃશુલ્ક એકયુપ્રેસર ચિકિત્સા કૅમ્પનું ૫ણ આયોજન કરેલ છે. એકયુપ્રેસર : શ્રી રમેશભાઈ ત્રિવેદી (જામનગરવાળા) આ ત્રિવિધ કાર્યક્રમનો લાભ લેવા માટે આ૫ સૌ ભાવનાશીલ ભાઈ-બહેનોને સહ૫રિવાર મિત્ર મંડળ સાથે સમયસર ૫ધારવા હાર્દિક નિમંત્રણ છે.
સં૫ર્ક સુત્ર : ૧: કાંતિભાઈ કરસાળા, મો. ૯૭ર૬૫ ૧૦૫૦૦
રઃ બી.બી. ભીમજીયાણી, મો. ૯૮૯૮૦૯૮૩૯૮
૩: પ્રવિણભાઈ કે. રાવરાણી, ૯૪ર૭૪ ૩૯ર૦ર
નિમંત્રક : શ્રી ગાયત્રી શકિત પીઠ -કોટડીયા વાડી, જેતપુર-૩૬૦૩૭૦ જીલ્લો રાજકોટ (ગુજરાત)
પ્રતિભાવો