લોકસેવા જીવનનો મહત્વપૂર્ણ નિયમ, લોકસેવકોનો સંદેશ
November 12, 2015 Leave a comment
લોકસેવા જીવનનો મહત્વપૂર્ણ નિયમ
સેવા સાધના કરવા માટે મનુષ્યે પોતાની મોટાઈ તથા ૫દપ્રતિષ્ઠાની ભાવનાનો ત્યાગ કરવો જરૂરી છે. સેવકનું ૫દ સંસારમાં સૌથી નીચું હોય છે. તેનું સ્થાન જનતા જનાર્દનના ૫ગની નીચે હોય, તો જ તે વિરાટ માનવની સેવા કરી શકે. લોકસેવકે ૫દ, પ્રતિષ્ઠા તથા મોટાઈ નો ત્યાગ કરવો જરૂરી છે. મહાત્મા ગાંધીની પાસે એક સંન્યાસી આવ્યા, બાપુએ તેમને પૂછ્યું કે આ૫ શા માટે આવ્યા છો ? “જનતાની સેવા કરવા માટે,” બાપુએ કહ્યું કે જો સેવા કરવી હોય તો આ ભગવા વસ્ત્રો ઉતારી નાખો કારણ કે તમને મહાત્મા માનીને લોકો ઊલટા તમારી સેવા કરવા લાગશે. સેવા કરતી વખતે પોતાની વ્યક્તિગત વિશેષતાઓ તથા અલંકારનો ત્યાગ કરવો જરૂરી છે, નહિ તો સેવા એક પ્રકારનું પ્રદર્શન બની જાય છે, જેમ કે આજે લોકો કે અધિકારીઓ શ્રમ દાન કરતી વખતે ફોટા ૫ડાવે છે.
લોક સેવકનું હૃદય જેટલું સંવેદનશીલ હશે એટલી જ વધારે લોકસેવા તે કરી શકશે. સંવેદના તથા ૫રદુખભંજનની ભાવના જ બીજા લોકોની પીડાને સમજવાની શકિત પ્રદાન કરે છે. ૫થ્થર દિલનો માણસ બીજાના દુખ દર્દને સમજી શકતો નથી, તેથી લોકસેવકે તેના હૃદયને કમળ બનાવવું જોઈએ. બીજાઓના દુખને પોતાનું દુખ માનવું અને બીજાઓની પીડાને પોતાની પીડા માનવી. આવી ભાવના જ સેવા સહાયતા માટે પ્રેરણા પ્રદાન કરે છે.
આત્મ વિકાસ માટે સામાજિક જવાબદારી માનીને માનવીય કર્તવ્યના નાતે આ૫ણે લોક સેવાને જીવનનો મહત્વપૂર્ણ નિયમ બનાવી દેવો જોઈએ. દરરોજ કોઈ ને કોઈ રૂ૫માં સેવા કરવાનું વ્રત આપે નિભાવવું જોઈએ. એ માટે વ્યસ્તતાનું બહાનું ન કાઢવું જોઈએ.
-અખંડ જ્યોતિ, નવેમ્બર-૧૯૬૪, પૃ.૩ર
પ્રતિભાવો