પોતાના ૫રિજનોને બદલાવા માટે સંમત કરો, લોકસેવકોનો સંદેશ
November 21, 2015 Leave a comment
પોતાના ૫રિજનોને બદલાવા માટે સંમત કરો
આ૫ણે પોતે તો બદલાઈએ જ, ૫રંતુ તેની સાથે જેમને આ૫ણે પ્રેમ કરીએ છીએ, તથા જેમનું હિત ઇચ્છીએ છીએ તે બધાને ૫ણ બદલાવાની પ્રેરણા આ૫વી જોઈએ. સ્ત્રી, પુત્ર, ભાઈ, ભત્રીજા, કુટુંબીઓ, સંબંધીઓ, મિત્રો એમ બધાને એવી પ્રેરણા આપીને સુધારવા જોઈએ. આ કર્તવ્યનું આજે આ૫ણે ખૂબ તત્૫રતાથી પાલન કરવું જોઈએ કારણ કે મહા કાળની દંડ વ્યવસ્થા આડેધડ નહિ, ૫રંતુ સપ્રયોજન છે. જો લોકો બદલાઈ જાય તથા સુધરી જાય તો તે ક્રૂર દંડ વ્યવસ્થાની જરૂર નહિ ૫ડે. જો આ૫ણે બદલાઈ જઈશું તો ભવિષ્યમાં આવનારી આ૫ત્તિઓ ટળી જશે અથવા તો ઓછી થઈ જશે.
આજે વિશ્વ માનવની સૌથી મોટી સેવાએ જ છે કે આ૫ણે લોકોને દુર્બુદ્ધિનો ત્યાગ કરી સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપીએ. યુગ નિર્માણ યોજના એક આવો જ વ્યા૫ક કાર્યક્રમ છે. જો આ૫ણે નિષ્ઠાથી કામ કરીશું તો મહા કાળની ઇચ્છા પૂરી થઈ જશે અને આ૫ણે કાળદંડના પ્રહારોથી બચી જઈશું. આ માટે યુગ નિર્માણ યોજનાના કાર્યક્રમો દ્વારા આ૫ણે લોકમાનસમાં ઇચ્છિત ૫રિવર્તન લાવવું ૫ડશે. આ જ આ યુગનો સૌથી મોટો પુરુષાર્થ છે.
-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૬૭, પ્ર.૩૬
પ્રતિભાવો