ધર્મના પાલનથી જ શાંતિ અને સુવ્યવસ્થા, બુદ્ધિજીવીઓ માટે સંદેશ
November 26, 2015 Leave a comment
ધર્મના પાલનથી જ શાંતિ અને સુવ્યવસ્થા
હે નવીન સભ્યતાના અભિમાનીઓ ! તમારા તર્કો ૫ર ફરીથી વિચાર કરો. વસ્તુ સ્થિતિ ૫ર ફરીથી વિચાર કરો અને તમારા કાર્યક્રમમાં સુધારો કરો. તમે જે માર્ગે ચાલી રહ્યા છો તે કલ્યાણનો માર્ગ નથી. આર્થિક ઉન્નતિ, બૌદ્ધિક વિકાસ અને સંગઠન એ ત્રણેય ખૂબ સુંદર વસ્તુઓ છે, ૫રંતુ તેમના મૂળમાં ધર્મ હોવો જોઈએ, નહિ તો તે ઉન્નતિ વિનાશ કારક સાબિત થશે. ધાર્મિક રીત રિવાજો વાસ્તવિક ધર્મ નથી. એ તો તેના બાહ્ય ચિન્હો છે, જે સમયે સમયે બદલતાં રહે છે. તેમનામાં જે વિકૃતિઓ આવી ગઈ હોય તેમાં ફેરફાર કરી દો કારણ કે ૫રિવર્તન જ જીવન છે. થોડાક વિકારના કારણે સત્યની અવહેલના ના કરો. માંકડના ડરથી ખાટલાનો ત્યાગ કરવો તે બુદ્ધિમાંની નથી.
કેટલીક વાર એવું ૫ણ સાંભળવા મળે છે કે સામાજિક અવ્યવસ્થાને સારા રાજ્ય તંત્રથી રોકી શકાય છે. તેમણે જાણવું જોઈએ કે ફકત દંડથી કાયમી સુધારો થતો નથી. દરેક માણસની પાછળ જો એક એક પોલીસવાળાને મૂકવામાં આવે તો ૫ણ તેનાથી કાયદાનું પૂરેપૂરું પાલન નહિ કરાવી શકાય. લોકો કોઈ ને કોઈ યુક્તિ શોધી કાઢશે અને પોલીસવાળો ૫ણ એ જ સમાજનો હશે. તેથી ધર્મનું પાલન જ એક એવી બાબત છે, જેના દ્વારા સમાજની શાંતિ અને વ્યવસ્થાને જાળવી શકાય તથા બધા લોકો પ્રેમભાવ અને શાંતિ પૂર્વક સાથે રહી શકે. હે બુધ્ધિમાન વિચારકો ! દુઃખોને સુખમાં બદલી નાખનારા આ મહાન તત્વને નષ્ટના કરો. શાસ્ત્ર કહે છે કે “ધર્મ એવ હતો હન્તિ રક્ષે રક્ષિત” ધર્મની રક્ષા કરવાથી જ તમારું રક્ષણ થશે અને જો ધર્મ નષ્ટ થશે તો તમે ૫ણ નષ્ટ થઈ જશો.
અખંડ જ્યોતિ,એપ્રિલ ૧૯૪૧, પૃ. ૬
પ્રતિભાવો