ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે : ધનવાનોનો સંદેશ- ૧૨
January 11, 2016 Leave a comment
ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે
આજે અર્થતંત્ર વધારે લાભદાયક ઉત્પાદન કરવા માટે સ્વતંત્ર છે. તેની ઉ૫ર નામ માત્રનું નિયંત્રણ છે. લોકોની કુરુચિને વધારીને અને પૈસા કમાતાં તેને નથી જનતા રોકી શકતી કે નથી શાસન રોકી શકતું. લોક માનસને પ્રભાવિત કરનાર સાહિત્ય, ચિત્રો, ફિલ્મો વગેરેમાં કુરુચિ પૂર્ણ સામગ્રી ભરપૂર પ્રમાણમાં પીરસવામાં આવે છે.
આગામી દિવસોમાં તેની ૫ર પ્રતિબંધ મૂકવામાં આવશે. પોતાના મૌલિક અધિકારના બહાને કોઈ નશા વાળી વસ્તુઓનું ઉત્પાદન કરી શકે નહિ. જે કાંઈ ઉત્પાદન થાય તેની લોકોના હિત માટે ઉ૫યોગિતા સાબિત કર્યા ૫છી જ તેના નિર્માણની છૂટ મળશે.
શ્રીરામ શર્મા આચાર્ય, -અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પેજ-૧૪
પ્રતિભાવો