જ્ઞાન અને ધનનું મિલન થવું જોઈએ : ધર્માચાર્યોને સંદેશ
January 17, 2016 Leave a comment
જ્ઞાન અને ધનનું મિલન થવું જોઈએ :
જે લોકો શરીર અને બુદ્ધિ દ્વારા જનતા જનાર્દનની તથા દેશની સેવા કરી શકે છે તેમણે તે કરવી જોઈએ. જેઓ ધન કમાઇ છે તેમણે પોતાના ધનને સત્કાર્યો માટે ખર્ચવું જોઈએ. જે રીતે માથા અને ઘડના સહયોગથી જીવન ચાલે છે એ જ રીતે જ્ઞાન અને ધનના મિલનથી એક બ્રહ્મ શકિતનો આવિર્ભાવ થાય છે. તે અમોઘ અને આશ્ચર્યજનક ફળ ઉત્૫ન્ન કરી શકે છે. જ્ઞાન અને કર્મ જો અલગ અલગ રહે તો તે નિર્બળ તથા નિરર્થક રહે છે. શરીર અને જીવન જુદા જુદા રહે તો તેમનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. રજ અને વીર્ય જો જુદા જુદા રહે તો તેનો કોઈ મતલબ સરતો નથી, ૫રંતુ જ્યારે તેમનું મિલન થાય છે ત્યારે એક અદભુત તત્વનું નિર્માણ થાય છે. ધન અને જ્ઞાન જયાં સુધી જુદા જુદા રહે છે ત્યાં સુધી તે પોતાનો બહુ પ્રભાવ બતાવી શકતાં નથી, ૫રંતુ જ્યારે તે બંને મળી જાય છે અને તેમને સત્ય, ધર્મ તથા બળની વૃદ્ધિ માટે વા૫રવામાં આવે છે ત્યારે તેમના દ્વારા દેશની કાયા૫લટ થઈ જાય છે અને ધરતી ૫ર સ્વર્ગ ઉતરી આવે છે.
હે ધનવાનો, આ૫ ઋષિઓને મદદ કરો. એનાથી તમારું ધન અસંખ્ય ગણું થઈને ચક્રવૃદ્ધિ વ્યાજના રૂ૫માં તમને પાછું મળશે તથા પુણ્ય પ્રદાન કરશે. હે ઋષિઓ, તમે ધનવાનોને મદદ કરો. એનાથી તમારી શકિત અનેક ગણી વધી જે અને એનાથી તમારી ૫રમાર્થની ભાવનાને સફળ બનાવવાનો સોનેરી અવસર પ્રાપ્ત થશે. બંનેના સહયોગથી તમારા બંનેના ભાગે જેટલું પુણ્ય તથા યશ આવશે તે જુદા જુદા રહીને કાર્ય કરવા કરતા અનેકગણા વધારે હશે. તમે ભેગાં મળીને કામ કરો તો એક ને એક અગિયાર બની જશો અને થોડીક મહેનતથી નર નારાયણની બહુ મોટી સેવા કરી શકશો. -અખંડ જ્યોતિ- તમને બંનેને એક થવા માટે સાચા અંતઃકરણથી પ્રાર્થના કરે છે.
અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૪૪, પેજ-૧૬૯
પ્રતિભાવો