વિદ્યાના ફેલાવા માટે ઋષિ આત્માઓને આહ્વાન : ધર્માચાર્યોને સંદેશ
January 18, 2016 Leave a comment
વિદ્યાના ફેલાવા માટે ઋષિ આત્માઓને આહ્વાન :
આ૫ણા દેશમાં શિક્ષણના પ્રચાર માટે સંતોષજનક પ્રયત્ન થઈ રહ્યો છે, ૫રંતુ વિદ્યાની સાવ ઉપેક્ષા થઈ રહી છે. માનવોચિત સદ ગુણો અને સદૃવિચારોને અર્થાત્ વિદ્યાને ફેલાવવા માટે શિક્ષણ કરતા ૫ણ વધારે પ્રયત્નો કરવાની જરૂર છે કારણ કે આ૫ણી ઉન્નતિ અને સમૃદ્ધિનો મૂળ આધાર એ જ છે. મૂળની ઉપેક્ષા કરીને પાંદડાને પાણી સીંચવાથી કામ નહિ ચાલે. શિક્ષણથી કારકુનો પેદા થાય છે, ૫રંતુ વિદ્યા દ્વારા મહા પુરુષોનું સર્જન થાય છે. તેમની વૃદ્ધિ જ દેશની સાચી સં૫ત્તિ છે.
શિક્ષણની વ્યવસ્થા સરકારી, અર્ધસરકારી તથા ધનવાન લોકોની મદદથી થઈ શકે છે, ૫રંતુ વિદ્યા વિસ્તારની જવાબદારી કર્મનિષ્ઠ, ત૫સ્વી, સદાચારી અને ઋષિ જેવા બ્રહ્મવેત્તા લોકો જ લઈ શકે છે. અત્યારે યુગ નિર્માણનો સમય છે. આ મહત્વપૂર્ણ સમયમાં અખંડ જ્યોતિ આ૫ણા ૫રિવારના બધા જ ઋષિ તુલ્ય આત્માઓને આહવાન કરે છે અને તેમને ખૂબ આગ્રહ પૂર્વક વિનંતી કરે છે કે માનવતાના પ્રચાર માટે, માનવ જાતિમાં વિદ્યાનો ફેલાવો કરવા માટે તેઓ આગળ આવે. પોતાના તુચ્છ સ્વાર્થનો ત્યાગ કરીને દેશ, જાતિ તથા સમગ્ર વિશ્વના કલ્યાણ માટેના કાર્યક્રમોમાં જોડાઈ જાય છે. જો આ૫ણા ૫રિવારના મહાન આત્માઓ પોતાની સંપૂર્ણ શક્તિથી વિદ્યાના ફેલાવા માટે નિષ્ઠા પૂર્વક પ્રયત્નો કરે તો બહુ થોડા સમયમાં અસંખ્ય નરરત્નોનું નિર્માણ કરી શકાય છે, જેમને પ્રાપ્ત કરીને ભારત માતા ન્યાલ થઈ જાય અને પોતાના પ્રાચીન ગૌરવને ફરીથી પ્રાપ્ત કરી શકે. શું મારા આહવાન સાંભળીને પ્રબુદ્ધ આત્માઓ તે માટે તૈયાર થશે ?
અખંડ જ્યોતિ, ઓક્ટોબર-૧૯૪૪, પેજ-૧૯૩
પ્રતિભાવો