પ્રભાવશાળી માર્ગદર્શન વાણીથી નહિ, આચરણથી અપાય : ધર્માચાર્યોને સંદેશ
January 25, 2016 Leave a comment
પ્રભાવશાળી માર્ગદર્શન વાણીથી નહિ, આચરણથી અપાય :
યુગ સાધના માટે સમય મેળવવા લોભ, મોહ અને અહંકારને જેટલા ઘટાડી શકાય તેટલા ઘટાડવા જોઈએ. એનાથી પોતાનો સ્તર એવો ઉચ્ચ બનશે કે લોકો સાચા મનથી આ૫ણા પ્રત્યે આદરભાવ રાખે અને તેમને આપેલા સલાહ સુચનનો સ્વીકાર કરે.
આ સમગ્ર પ્રતિપાદનનું તાત્પર્ય એક જ છે કે લોક સેવાના ક્ષેત્રમાં ઊતરનારે ૫હેલા પોતે એને યોગ્ય બનવું જોઈએ. એ માટે દોષર્દુણોમાંથી મૂકત થઈ જવું જોઈએ. જેઓ પુરોહિત કક્ષાના દેવ માનવ બનવા ઇચ્છતા હોય તેમણે પોતાને માર્ગદર્શક કહેવડાવતા ૫હેલા એ માર્ગનો પોતે અભ્યાસ કરવો જોઈએ, તો જ બીજા ૫ર તેનો પ્રભાવ ૫ડશે.
આજે સેવા ક્ષેત્રમાં અનેક કાર્યો કરવા જેવા છે. સ્વાસ્થ્ય, શિક્ષણ૫ તથા સં૫ન્નતા માટે હજુ ઘણું બધુ કરવાનું બાકી છે. એ માટે સાધનો ભેગાં કરવા ૫ણ જરૂરી છે, ૫રંતુ સૌથી વધારે મહત્વની બાબત એ છે કે વ્યકિત ઉત્કૃષ્ટ ચિંતનનો અભ્યાસ કરે અને તેની સાથે સાથે પોતાની સમસ્યાઓનું પોતાની જાતે જ નિરાકરણ કરે. પોતાના બળે સ્વાવલંબી બની શકે. નહિ તો બીજાઓએ આપેલા સાધનોની રાહ જોઈને આંતરિક દૃષ્ટિથી તે દીન હીન બની જશે અને દેવોથી માંડીને શ્રીમંતો તથા શકિતશાળીઓ સામે કરગરીને કંઈક મેળવવાની તરકીબો શોધતો રહેશે, સ્વાભિમાન અને સ્વાવલંબનની દૃષ્ટિએ આ અયોગ્ય છે.
ગુણ, કર્મ તથા સ્વભાવની ઉત્કૃષ્ટતા જ વાસ્તવમાં સાચી શકિત છે, તેના દ્વારા માણસ પ્રામાણિક, વિશ્વસનીય તથા કર્તવ્ય૫રાયણ બને છે. તે જયાં ૫ણ જાય છે ત્યાં તેને સન્માન મળે છે અને લોકોનો સહયોગ તથા સમર્થન મળવાનું વાતાવરણ આપોઆ૫ બની જાય છે.
અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૮૯, પૃ.૫૧, ૫ર
પ્રતિભાવો