ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૫
February 2, 2016 Leave a comment
ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૫
દુઃખની પરિસ્થિતિમાં ધીરજ ન ખોવી, માનસિક સમતોલન ન ગુમાવવું, આશા તથા પુરુષાર્થને ન છોડવા આસ્તિકતાની પહેલી નિશાની છે. જેને પરમાત્મા જેવી અનંત સત્તા સાથે બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, તે કોઈ પણ વ્યકિત કે પરિસ્થિતિથી શા માટે ડરે, શા માટે અધીરો બને, શા માટે નિરાશા અને કાયરતા પ્રગટ કરે ? એના મનમાંથી ધીરજ તથા સાહસનો નિરંતર જ પ્રવાહ વહેતો રહે છે.
જે સાચો આસ્તિક હોય તે કદી આશા ગુમાવતો નથી, તે માત્ર ઉજજવળ ભવિષ્યમાં જ વિશ્વાસ ધરાવી શકે છે. અંધકાર અનાત્મ તત્વ છે. આત્મપરાયણ મનુષ્યની ચારેય તરફ પ્રકાશ જ વ્યાપેલો હોવા જોઈએ. તેને ગુસ્સે થવાની અને ખિન્ન થવાની શી જરૂર પડશે ? આસ્તિકતા અર્થાત્ – આત્મ વિશ્વાસ. પરમાત્મા પર વિશ્વાસ રાખનારને પોતાનું ભવિષ્ય હંમેશા ઉજજવળ તથા જે સાચો આસ્તિક હોય તે કદી આશા ગુમાવતો નથી, તે માત્ર ઉજજવળ ભવિષ્યમાં જ વિશ્વાસ ધરાવી શકે છે. અંધકાર અનાત્મ તત્વ છે. આત્મપરાયણ મનુષ્યની ચારેય તરફ પ્રકાશ જ વ્યાપેલો હોવા જોઈએ. તેને ગુસ્સે થવાની અને ખિન્ન થવાની શી જરૂર પડશે ? આસ્તિકતા અર્થાત્ – આત્મ વિશ્વાસ. પરમાત્મા પર વિશ્વાસ રાખનારને પોતાનું ભવિષ્ય હંમેશા ઉજજવળ તથા પ્રકાશવાન જ લાગે છે.
ઉપાસનાનું બીજું પ્રતિફળ છે – શ્રેષ્ઠતામાં વધારો થવો. પરમાત્મા તમામ શ્રેષ્ઠતઓનું કેન્દ્ર છે, તેથી તેનું સાન્નિધ્ય આત્માને રોજેરોજ ઉત્કૃષ્ટ બનાવે છે. ભકતને પોતાનો ભગવાન બધે જ જોવા મળે છે, તેથી તે બધામાં સારું જ જુએ છે અને તેની ચર્ચા કરતા પોતાના આનંદ અને બીજાના સદ્દભાવમાં વધારો કરે છે. નિંદા અને ઈર્ષા એ બન્ને અસુરતાના મુખ્ય લક્ષણો છે. જે લોકોને આપણે પારકા માનતા હોઈએ, શત્રુ ગણતા હોઈએ એમની જ આપણે નિંદા તથા તિરસ્કાર કરીએ છીએ. જ્યારે બધાં આપણા પોતાના જ હોય, તો પછી નિંદા કેવી ! અને ઈર્ષા કેવી !!
તે હંમેશા ભલાઈ વધારવા માટે જ પ્રયત્ન કરે છે. ભલાઈ વધારવી તે બૂરાઈ ઘટાડવા બરાબર છે. બૂરાઈને છોડયા પછી જો એના બદલે ભલાઈની સ્થાપના કરવામાં ન આવે, તો તે બૂરાઈ ફરીથી પેદા થઈ જાય છે. આસ્તિકતાનો દૃષ્ટિકોણ ભલાઈને વધારવાનો હોય છે, જેથી બૂરાઈ માટે કોઈ ગુંજાશ ન રહે. તે હંમેશા સારી બાબતોની જ ચર્ચા કરશે. પ્રેમથી દુષ્ટતાને પરાજિત કરશે. પ્રેમથી દુષ્ટતાને પછાડી શકશે.દુષ્ટતા કરીને પ્રેમના અંકુરોને બાળી નાખવા તે અસજ્જન લોકોનું કામ છે. સાચો આસ્તિક કદી અસજ્જન બનતો નથી.
પ્રતિભાવો