ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૩
February 2, 2016 Leave a comment
ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૩
કોઈ વ્યકિતની ઉપાસના સાચી છે કે ખોટી, એની એક જ પરીક્ષા છે કે સાધકની અંતરાત્મામાં સંતોષ, પ્રફુલ્લતા, આશા, વિશ્વાસ અને સદૃભાવનાનું કેટલી માત્રામાં અવતરણ થયું. જો તેનામાં આ ગુણો ન આવે અને હીન વૃત્તિઓવાળો જ રહે, તો સમજી લેવું જોઈએ કે વ્યકિત ભલે ગમે તેટલા પૂજા પાઠ કરતો હોય ઉપાસનાથી હજુ દૂર જ છે.
પૂજા-પાઠ અને ઉપાસના બન્ને જુદી જુદા બાબતો છે. માત્ર કર્મ કાંડની ચિન્હ પૂજા કરવાથી ઉપાસનાનો ઉદ્દેશ્ય પૂરો થતો નથી. જીવને જીવન ધારણ કરવા માટે શરીરની જરૂર પડે છે, પરંતુ શરીર જ જીવન નથી. જીવ વગરનું શરીર જોવા તો મળે જ છે, પરંતુ તેનાથી કોઈ લાભ નથી. આ જ પ્રકારે ઉપાસના વિહીન પૂજા પણ થાય છે, પણ તેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી.
આત્મા જ્યારે પરમાત્માના ખોળામાં બેસે છે, ત્યારે એને પ્રભુની સહેજ કરુણા અને અનુકંપા (દયા) નો લાભ મળે છે. એને તરત જ નિર્ભયતા તથા નિશ્ચિંતતા પ્રાપ્ત થાય છે. હાનિ, રોગ, શોક, વિયોગ, ચિંતા, અસફળતા અને વિરોધ જેવી દુઃખદ પરિસ્થિતિઓમાં પણ તેને વિચલિત થવાની જરૂર નથી. એને આ પ્રતિકૂળતાઓમાં પણ પોતાના હિત સાધનનું જ કોઈક વિધાન છુપાયેલું દેખાય છે. વાસ્તવમાં દુઃખ આપણી ત્રિટિયોને દૂર કરવા અને પુરુષાર્થમાં વધારો કરવા માટે જ આવે છે. આળસ અને પ્રમાદને, અહંકાર અને ઈર્ષાને મસ્તિષ્કમાંથી દૂર કરવાનો હેતુ જ એ પ્રતિકૂળતાઓનો હોય છે. સાચા આસ્તિકને પોતાના પ્રિય પરમેશ્વર પર સાચી આસ્થા હોય છે અને તે અનુકૂળતાઓની જેમ જ પ્રતિકૂળતાઓનું પણ ખુલ્લા દિલે સ્વાગત કરે છે.
પ્રતિભાવો