ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૪
February 2, 2016 Leave a comment
ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૪
માતા બાળકને મધુર મિષ્ટાન પણ ખવડાવે છે અને જરૂર પડે ત્યારે કડવી દેવા પણ પિવડાવે છે. વહાલથી ખોળામાં લઈને ફરે છે, જ્યારે જરૂર પડે છે, ત્યારે તેને ડૉક્ટર પાસે ઇન્જેક્શન મુકાવવા અને ઓપરેશન કરાવવા પણ લઈ જાય છે. માતાની દરેક ક્રિયા બાળકના કલ્યાણ માટે જ હોય છે. પરમાત્મા તો જીવો પ્રત્યે માતા કરતા પણ વધારે મમતા રાખે છે. જે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે ત્યારે એમાં તેની નિષ્ઠુરતા હોતી નથી, પરંતુ આપણું હિત કરવાની જ ભાવના છુપાયેલી હોય છે.
જે લોકો માત્ર પોતાની મુશ્કેલીઓને દૂર કરવા માટે તથા પોતાની સગવડો વધારવા માટે જ પ્રાર્થના કરે છે, તેઓ ઉપાસનાના તત્વજ્ઞાનને સમજતા નથી. એમને એવી બાળક બુઘ્ધિવાળા માનવા જોઈએ જે પ્રસાદની લાલચથી મંદિરે જાય છે. એવા લોકોને ભકિતરસમાં નિમગ્ન થઈ એક ભાવનાશીલને ભગવાનની સામે પોતાનું મસ્તક ઝુકાવી પોતાનું હૃદય ખોલનાર ભકતને જે આનંદ મળે છે, એવા બાળકોને તે આનંદ ક્યાંથી મળે. પ્રભુના ચરણોમાં પોતાના અંતરાત્માને સમર્પિત કરનારા એક ભાવવિભોર ભકત અને મીઠાઈને પ્રસાદ ખાવા માટે ઉભા રહેલા એક ભિખારીમાં જે અંતર હોય છે, એવું જ અંતર સાચા અને ખોટા ઉપાસકોમાં હોય છે. એકનો ઉદ્દેશ્ય પરમાર્થ હોય છે, જ્યારે બીજાને ઉદ્દેશ્ય સ્વાર્થ હોય છે. સ્વાર્થીને ક્યાંય સન્માન નથી મળતું પરમાત્માની દૃષ્ટિમાં એવા લોકોનું મૂલ્ય કેટલું હોય ?
લોહાર પોતાની દુકાને લોખંડના ટુકડાઓમાંથી જાત જાતની વસ્તુઓ બનાવે છે. એ ટુકડાઓને તે ભઠ્ઠીમાં ગરમ કરે છે, ટીપે છે અને ક્યારેક પાણીમાં બોળીને ઠંડા પણ કરે છે. આ વિસંગતિને જોઈને કોઈ ભોળો માણસ વિચારમાં પડી જાય છે કે લોહાર બે વિરોધી કામ કેમ કરે છે, પરંતુ તે કારીગરને ખબર હોય છે કે લોખંડના ટુકડાને પાણીદાર હથિયારમાં બદલવા માટે આ બન્ને પ્રકારની પ્રક્રિયા કરવી જરૂરી છે. એ જ રીતે મનુષ્યના જીવનમાં પણ સુખ દુઃખનું, તડકા છાંયડાનું આગવું મહત્વ હોય છે. રાત દિવસની અંધારી તથા અજવાળી પરિસ્થિતિઓ જ સમય પસાર કરવાનું એક સર્વાંગ પૂર્ણ વિધાન રજૂ કરે છે. જો માણસ હંમેશા સુખી અને સંપન્ન જ રહે, તો તેની આંતરિક પ્રગતિ અવશ્ય રોકાઈ જશે. પ્રગતિ માટે જે ઝાટકા આપવા જરૂરી છે, એમને જ આપણે દુઃખ કહીએ છીએ. એમને સાચો ભકત કડવી દવાની જેમ માથે ચડાવે છે. સન્નિપાતનો રોગી જેમ ડૉક્ટરને ગાળો ભાડે છે, એવું ભૂલ સમજુ આસ્તિક ભગવાન પ્રત્યે કદાપિ કરતો નથી.
પ્રતિભાવો