ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૬
February 2, 2016 Leave a comment
ઉપાસના જીવનની અનિવાર્ય આવશ્યકતા – ૬
પ્રેમ, કરુણા, આત્મીયતા અને સૌજન્યનો નિરંતર પ્રવાહ પરમાત્મામાંથી વહેતો જ રહે છે. પ્રાણિ માત્રનું પોષણ, સંરક્ષણ અને અભિવર્ધન એ વિશેષતાઓ દ્વારા જ તે કરે છે. આવા પ્રભુની પાસે બેસનારમાં અને ઉપાસના કરનારમાં આ વિશેષતાઓ આવી જ જાય છે. પોતાના ભાઈ બહેનો પ્રત્યે, દરેક પ્રાણી પ્રત્યે અનંત કરુણા અને આત્મીયતાની ભાવનાઓ ઉપાસકના અંતઃકરણમાં પેદા થાય છે. એને ચરિતાર્થ કરીને તે પોતાના જીવનને યશસ્વી બનાવે છે અને તેમને પોતાના અંતરમાં ધારણ કરીને અનંત શાંતિનો અનુભવ કરે છે.
પરમાત્માની ઉપાસનાનું પ્રતિફળ મેળવવા માટે એવા લોકોએ રાહ જોવી પડે છે, જેઓ પુરુષાર્થ અને પ્રતિભાના મૂલ્યો પર મળતી ભૌતિક સંપત્તિઓને પરમાત્મા પાસેથી મફતમાં મેળવવાની આશા રાખીને દીન-હીન ભિક્ષુકની જેમ બેઠા રહે છે. જેઓ ત્યાગ અને પ્રેમની ઉચ્ચ ભાવનાથી પ્રેરિત થઈને ભગવાનના ચરણોમાં બેસવાની ઇચ્છા છે, એમને પોતાના પ્રિયતમનો પ્રેમ મેળવવા માટે સહેજ પણ રાહ જોવીપ ડતી નથી. ઉપાસના, વાસનાની આગને ઓલવી નાખે છે, તૃષ્ણાની બળતરાને શાંત કરે છે તથા માણસને સતત અશાંત કરનારી ચિંતા, ભય, ઘૃણા જેવી બાબતોને દૂર કરે છે. ઉપાસના અને આત્મ શાંતિ એક જ પ્રક્રિયાના બે પાસા છે. જો આત્મા પોતાની ઉદૃગમ સત્તા પરમાત્મા તરફ મુખ રાખશે, તો અવશ્ય એને પ્રકાશ મળશે. પરમાત્માનો પ્રકાશ પડતા જ આત્મા પણ પોતાના સત્ ચિત્ આનંદમય સ્વરૂપ સહિત પ્રકાશિત દેખાય છે. આવા પ્રકાશવાન આત્મા જીવનમાં નર માંથી નારાયણથી, પુરુષમાંથી પુરુષોતમની અને આત્મામાંથી પરમાત્મા પ્રત્યક્ષ બનતો જોવા મળે છે. આથી જ ઉપાસના કરવી તેને માણસ જીવનની સૌથી શ્રેષ્ઠ બુદ્ધિમત્તા માનવામાં આવી છે.
પ્રતિભાવો